ડીસાના માઇકલ ઠાકોર હત્યારાના વધુ એક આરોપીની ધરપકડ કરાઇ હતી. થોડા દિવસ અગાઉ થયેલ હુમલામાં આઠ આરોપીઓના નામ ખુલવામાં આવ્યા હતા. આઠ આરોપીઓ પૈકી પાંચ લોકોની ધરપકડ કરાઇ હતી. ત્યારે વધુ એક આરોપીની આજે ધરપકડ કરાઇ હતી.

કિરણ ઉર્ફે કાળુ ખેતાજી ઠાકોર (રહે. કંસારી, તા. ડીસા) ને ગુનામાં વપરાયેલ પીકઅપ ગાડી સાથે પકડી પાડી ગાડી કબજે કરી જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યો હતો.

ત્યારે ડીસા પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા એલ.સી.બી. પોલીસ સ્ટાફ વધુ આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી છે. આ સમગ્ર તપાસ એલ. સી. બી. પી. આઇ. એસ. ડી. ધોબી વધુ તપાસ ચલાવી રહ્યા છે.