રાજ્યમાં અત્યાર સુધીમાં ઘણા વિસ્તારમાં સિઝન નો 100 ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે,કચ્છ અને દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લામાં ભારે વરસાદના કારણે છેલ્લા પાંચ વર્ષનો રેકૉર્ડ તોડતો વરસાદ થયો છે,
આ વર્ષે ખેતીવાડી માટે અનુકૂળ વરસાદ છે પરિણામે ઘણા વિસ્તારમાં ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.
રાજ્યના ૪૩ તાલુકામાં ‌સિઝનનો ૧૦૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં સૌથી વધુ વરસાદની વાત કરવામાં આવેતો સિઝનનો સૌથી વધુ વરસાદ વલસાડમાં ૯૧ ઈંચ, ડાંગમાં ૭૭ ઈંચ, નવસારીમાં ૭૦ ઈંચ જ્યારે નર્મદામાં પ૩ ઈંચ નોંધાયો છે. કપરાડા અને ધરમપુર એમ બે તાલુકામાં ૧૦૦ ઈંચથી વધુ નોધાયો છે, જેમાં કપરાડામાં ૧ર૭ ઈંચ અને ધરમપુરમાં ૧૦૩ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે. કચ્છ, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, નર્મદા અને વલસાડ એમ છ જિલ્લામાં ‌સિઝનનો વરસાદ સરેરાશ કરતાં ૧૦૦ ટકાથી વધુ નોંધાયો છે, જેમાં ગીર-સોમનાથમાં ૩૮.૭૪ ઈંચ સાથે ૧૦૧ ટકા, દેવભૂમિ દ્વારકામાં ર૮.૮૪ ઈંચ સાથે ૧૦૦ ટકા, પોરબંદરમાં ૩૩.૩૦ ઈંચ સાથે ૧૧૦ ટકા, નર્મદામાં પ૩.ર૬ ઈંચ સાથે ૧ર૭ ટકા જ્યારે વલસાડમાં ૯૦.૯૪ ઈંચ સાથે ૧૦૧ ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. આમ ૪૩ તાલુકામાં ‌સિઝનનો વરસાદ ૧૦૦ ટકાથી વધારે વરસાદ નોંધાયો છે.
દરમિયાન અરબી સમુદ્રમાં વોલ માર્ક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના સાથે વહીવટી તંત્ર સ્ટેન્ડબાય છે અને નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોને સાવધ રહેવા જણાવ્યું છે