રાજુલા ખાતે આવેલ સમર્પણ સ્પેશિયાલિટી હોસ્પિટલનું થોડા મહિના પહેલા ગુજરાત ના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

આ હોસ્પીટલ નુ ઉદ્ઘાટન કરવા આવેલ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સરકાર હસ્તક ની રાજુલા સરકારી સીવીલ હોસ્પિટલ ની મુલાકાત પણ લીધી ન હતી અને સમર્પણ હોસ્પિટલ નુ ઉદ્દઘાટન કરી ને સીધા બારોબાર અન્ય સ્થળે જતા રહ્યા હતા.

આજે એજ હોસ્પિટલ કે જેનુ ઉદ્દઘાટન આરોગ્ય મંત્રી એ કર્યુ હતુ તેજ હોસ્પિટલમા સરકારી ડોક્ટરોની બિન કાયદેસર રીતે આ સમર્પણ હોસ્પિટલમા પ્રેક્ટિસ કરતા રંગે હાથે ઝડપી લીધા હતા.આ તેજ હોસ્પિટલમાં બે સરકારી હોસ્પિટલના ડોક્ટરો રંગે હાથે પ્રેક્ટિસ કરતા ઝડપી લેવામાં આવ્યા.

રાજુલાની સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માંથી બે અને સદવિચાર મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ માંથી એક એમ કુલ ત્રણ સરકારી ડોકટર ખાનગી પ્રેકટિસ કરતા ઝડપાયા.

અમરેલી જિલ્લામાં આવેલ રાજુલા શહેરની ખાનગી સમર્પણ મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આરોગ્ય વિભાગના દરોડાથી ખળભળાટ

સરકારી ડોકટરોની ખાનગી પ્રેકટિસ!:

રાજુલાની સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાંથી બે ડોકટર ઝડપાયા સરકારી હોસ્પીટલમાં નોકરી કરી સરકારી પગાર મેળવતા અને સરકારી હોસ્પીટલના ગુલ્ટીબાજ મહિલા તબીબ પાસે તો ગાયનેકની ડિગ્રી ન હોવા છતા સોનોગ્રાફી કરતા હતા.

ભાવનગર આરોગ્ય વિભાગના આર.ડી.ડી.ડાયરેકટર મનીષ ફેન્સી,અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી આર.એમ.જોષી રાજુલા બ્લોક હેલ્થ ઓફિસર એન.વી.કળસરિયા સહિત આરોગ્ય વિભાગ ટીમના ઓફિસરો દ્વારા દરોડો પાડતા ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

અહીં રાજુલા સિવિલ હોસ્પિટલના બે ડોક્ટરો અન્યની જગ્યાએ પ્રેક્ટ્રિક્સ કરતા રંગે હાથ ઝડપાયા 

આરોગ્ય વિભાગના દરોડા દરમિયાન ડો.મહેશ કાતરીયા નવજાત શિશુ તથા બાળરોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિકસ કરતા ઝડપાયા છે મહેશ કાતરીયા સરકારી હોસ્પિટલમાં ફરજ બજાવી તેમનો પગાર પણ લઈ રહ્યા હતા. અને સરકારી હોસ્પિટલમાં સેવા ન આપી ગુલ્ટી મારી રહ્યા હતાં

જાફરાબાદ સરકારી હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા ડોક્ટર શૈલેષ કળસરિયા તેવો હાલ રાજુલા મા પ્રાઇવેટ હોસ્પિટલ સદવિચાર ખાતે ફરજ બજાવતા રંગે હાથ પ્રેક્ટિસ કરતા ઝડપી લીધા હતા.

 સાથે રાજુલાની સમર્પણ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ભૂમિકા કડીયા સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે પ્રેક્ટિકસ કરતા ઝડપાયા છે.

આ મહિલા ડો.ભૂમિકા કડીયા પાસે હજુ ગાયનેક વિભાગની ડીગ્રી ન હોવાનુ ખુલ્યું છે.અને તેઓ પણ સરકારી હોસ્પીટલમાંથી સેવાના નામે પગાર લે છે   

જેના કારણે આરોગ્ય વિભાગ દ્વારા ચેકીંગ કરી કાર્યવાહી હાથ ધરી છે. બંનેના નિવેદન લેવાયા હોવાનું સામે આવ્યું છે.

તદ ઉપરાંત હાલ પુરતું બંનેને નોટિસો આપવામાં આવી છે. હાલ જિલ્લા આરોગ્ય અધિકારીને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે.

ભાવનગર આરોગ્ય વિભાગના આર ડી.ડી.ડાયરેકટર મનીષ ફેન્સીએ જણાવ્યું કૅ રાજુલા શહેરના સરકારી હોસ્પિટલના બે ડોક્ટરો ફરજ બજાવે છે.

 સરકાર તેમને પગાર પણ આપે છે તેમને ત્યાં ફરજ બજાવવાની હોય છે. સમર્પણ હોસ્પિટલમાં પોતાની પ્રાઈવેટ પ્રેક્ટ્રિક્સ કરતા રંગે હાથ ઝડપાયા છે. ભૂમિકા કડીયા ગાયનેક ડીગ્રી ધરાવતા ન હોવા છતાં અહીં પ્રેક્ટિકસ કરતા હતા અને સોનોગ્રાફી કરતા હતા જેથી જરૂરી કાર્યવાહી કરી સમર્પણ હોસ્પિટલ ખાતે આવેલ સોનોગ્રાફી મશીન કબજે લઈ સરકારી સીલ મારવામાં આવેલ ત્રણે ડોક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી.

હવે પછીની કાર્યવાહી અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારી કરશે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ અમરેલી.