અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા સોમવારે સાંજના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. દરમિયાન તેણીનો ઓળખીતો દાંતાના ઘોડા ટાંકણીના શખ્સે બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય 6 શખ્સોએ સાથે મળી તેણીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.

અંબાજી નજીકના ગામમાં રહેતી એક સગીરા સોમવારે સાંજે 4 વાગ્યાના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. તેણી ગબ્બર સર્કલે ઉભી હતી. ત્યારે તેણીનો ઓળખીતો દાંતા તાલુકાના ઘોડા ટાંકણીનો લાલાભાઇ નાનાભાઇ પરમાર બાઇક લઇને આવ્યો હતો. જેની પાછળ અજાણ્યા બે શખ્સો બેઠા હતા. અને ક્યાં જવુ છે. તેની પૃચ્છા કરી હતી. સગીરાએ મોટા બાપાના ઘરે જવાનું કહેતા શખ્સે ત્યાં ઉતારી લઇશ તેમ કહી બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય ત્રણ શખ્સો ઉભા હતા. દરમિયાન લાલા પરમારે ઝાડીમાં ખેંચી જઇ છ જણાંએ દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ અંગે તેણીની માતાએ ફરિયાદ નોંધાવતાં પોલીસે 6 શખ્સો સામે ગૂનો નોંધી ઝડપી લેવા તપાસ હાથ ધરી હતી.છ નરાધમોએ સગીરાનું મોઢું દાબી દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આથી તેણી અર્ધબેભાન થઇ ગઇ હતી.આ શખ્સો ગબ્બર નજીક ઉતારીને ફરાર થઇ ગયા હતા.

દુષ્કર્મનો ભોગ બનેલી સગીરા ઘણા સમયથી લાલા પરમાર સાથે પ્રેમ સબંધમાં હતી. તેણી ગબ્બર મોટા બાપાને ઘરે જવા માટે સર્કલે રિક્ષાની રાહ જોઇ રહી હતી. ત્યારે લાલા પરમાર ત્યાં આવી તેણીને બાઇક ઉપર બેસાડી હતી.