સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલ સુરેન્દ્રનગર યુનિ. અને રોટરી કલબ ઓફ વઢવાણ, દ્વારા સુરેન્દ્રનગર યુનિ.નાં વિદ્યાર્થીઓ દ્વારા એક નવીન પ્રયોગ હાથ ધરવામાં આવેલ જે અંતર્ગત આધુનિક વિજ્ઞાન અને ખગોળશાસ્ત્રનો સુભગ સમન્વય રાખીને એક નવી જ વૃક્ષારોપણ પધ્ધતિ નક્ષત્ર વનની શરૂઆત કરવામાં આવી. આ વિશેષ પ્રસંગ સમયે વિશેષ ઉપસ્થિતિ તરીકે સુરેન્દ્રનગરનાં લોકલાડીલા ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા (નાયબ દંડક ગુજરાત વિધાનસભા ગાંધીનગર) હિતેન્દ્રસિંહ ચૌહાણ ભાજપ જીલ્લા પ્રમુખ સુરેન્દ્રનગર શહેરના જાણીતા શિક્ષણવિદ અને વિદ્યાર્થી પ્રિય એવા સુરેન્દ્રનગર યુનિ.ના ચેરમેન ઇન્દ્રસિંહ ઝાલા તથા રોટરી કલબ વઢવાણના પ્રમુખ માધવીબેન શાહ તથા સેક્રેટરી સાવનભાઇ પટેલએ હાજર રહીને વિદ્યાર્થીના નવતર પ્રયોગને બિરદાવ્યો હતો.જગદીશભાઇ મકવાણાએ પોતાના પે્રરક સંબોધનમાં જણાવ્યું કે, નક્ષત્ર વન વૃક્ષારોપણ ઔષધીય ગુણધર્મો ધરાવતા વૃક્ષોનો સમુહ છે. જેના દ્વારા હવાની ગુણવતામાં સુધારો લાવી વિવિધ બિમારીઓ સામે કુદરતી ઉપાયો પુરા પાડવા ચોકકસ વિસ્તારોમાં કુદરતી સાંનિધ્યમાં વૃક્ષારોપણ કરીને સુરેન્દ્રનગરને હરિયાળુ સુરેન્દ્રનગર બનાવવાનો સંકલ્પ વિદ્યાર્થીઓ પાસે લેવડાવેલ, આ વૃક્ષારોપણની ઝુંબેશને આયોજનમાં તમામ વિદ્યાર્થી આગળ આવીને સુરેન્દ્રનગર જીલ્લાને હરીયાળો જીલ્લો બનાવવામાં પણ સિંહફાળો આપી દુત સમાન કાર્ય કરવા જણાવ્યું હતું.ભાજપ જિલ્લા પ્રમુખ હિતેન્દ્રસિંહ ચૌહાણ પોતાનું વકતવ્ય આપતા જણાવ્યું કે, વિદ્યાર્થી મિત્રો અ પહેલા ખુબ જ સુંદર અને અભુતપૂર્વ છે. વિદ્યાર્થીઓ દ્વારા આધુનિક વિજ્ઞાન અને પૌરાણિક પધ્ધતિ દ્વારા સુભગ સમન્વય કરીને આ એક સુંદર ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવેલ છે.સુરેન્દ્રનગર યુનિ.ના ચેરમેન ઇન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું કે આકાશમાં જુદા જુદા સ્થિર તારક સમુહો આવેલા છે. તારાઓના આ સમુહો એકબીજાથી સ્પષ્ટ રીતે અલગ જોઇ શકાય છે. રોટર કલબ વઢવાણના પ્રમુખ માધવીબેન શાહે જણાવેલ કે નક્ષત્રની કુલ સંખ્યા ર3 છે. અને દરેક નક્ષત્રને પોતાનું એક વૃક્ષ છે. જયારે આવા પરોપકારી વૃક્ષો વિકસીત થાય છે ત્યારે તેની નજીકમાં આપણને તે વ્યકિત, સમુહ, સંસ્થા માટે હકારાત્મક વાતાવરણ આધ્યાત્મિક આશ્ર્વાસન દવા અને આરામ મળે છે. એવું સ્વ. ડો. શારદીય દહાણુકરે પોતાનું પુસ્તક નક્ષત્ર વનમાં પણ સુચવ્યું છે.આ સંપૂર્ણ કાર્યક્રમને સફળ બનાવવામાં સુરેન્દ્રનગર યુનિ.નાં સ્ટાફ ગણ મયુરભાઇ રાજગુરૂ, કશ્યપભાઇ કનૈયા, પુનમબેન મેણીયા, રીધ્ધીબેન પરમાર, જાનવીબેન જયસ્વાલ, જાનવીબેન રાવલ, સમીરભાઇ મહેતા, ખ્યાતિબેન શાહ, જીતેન્દ્રભાઇ પારધી તથા વિદ્યાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.