પશુપાલન વિભાગ ગુજરાત રાજ્ય અને ઈ.એમ.આર.આઇ.ગ્રીન હેલ્થ સર્વિસની સંયુક્ત ઉપક્રમે સાબરકાંઠાના  જિલ્લાના હિંમતનગર ખાતે ૧ કરુણા એનીમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ કાર્યરત છે. બિનવારસી પશુઓ માટે શરૂ કરવામાં આવેલ આ સેવા હિંમતનગર શહેર માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા ૬ વર્ષમાં  શ્વાન-૫૩૯૯, ગાય-૨૯૯૬, બિલાડી-૪૮૮૩, કબૂતર-૨૫૦૫, વાંદરા-૧, બકરી-૫૭, પોપટ-૪૩, મરઘાં-૨૫૦, કોયલ-૨૮, ભેસ-૨૭, ખિસકોલી-૪૭, મોર-૭, સસલાં-૩૭, ઉંટ-૧૬, ઘોડા-૨૩, કાગડા-૧૦૫ અને અન્ય પશુ પક્ષીઓ મળીને કુલ ૧૬૦૦૬  પશુ-પક્ષીઓની નિઃશુલ્ક સારવાર આપવામાં આવી છે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬૨ તાલીમબદ્ધ કરમચારીઓ અને તમામ દવાઓ તેમજ સાધન સામગ્રીથી અદ્યતન સજ્જ છે. જેમાં એક વેટરનરી ઓફિસર અને એક પાયલોટ હાજર હોય છે. બિન વારસી પશુ- પક્ષી ઘાયલ હોય તો ૧૯૬૨ હેલ્પ લાઇન નંબર પર સંપર્ક કરતા  આં સેવાનો લાભ મેળવી શકાય છે. જેમાં તાત્કાલિક સ્થળ પર નાના મોટા તથા જટિલ ઓપરેશન પણ કરવામાં આવે છે.