દાહોદમાં ઉગતા સૂરજને સાથે જ છઠ મૈયા ની પૂજા અર્ચના નું થયું સમાપન,દિવાળીના છ દિવસ પછી છઠનો તહેવાર ઉજવવામાં આવે છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જે પહેલા તે માત્ર બિહાર અને ઝારખંડમાં ઉજવવામાં આવતો હતો. છઠના તહેવાર પર રાખવામાં આવતો ઉપવાસ સૌથી મુશ્કેલ ઉપવાસોમાંનો એક છે.એવુ માનવામાં આવે છે કે, છઠનું વ્રત રાખવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ તહેવારમાં સૂર્ય ભગવાનને અર્ધ્ય અર્પણ કરવાનું ખૂબ મહત્વ છે. ચાર દિવસીય છઠ પૂજા તહેવાર એ સૂર્ય ભગવાન અને છઠ્ઠી મૈયાની પૂજાનો તહેવાર છે. આ ઉત્સવની શરૂઆત નહાય ખાયથી થાય છે અને બીજા દિવસે ખરના થાય છે. ત્રીજા દિવસે અસ્ત થતા સૂર્યને અર્ઘ્ય ચઢાવવામાં આવે છે જ્યારે ચોથા દિવસે ઉગતા સૂર્યને અર્ઘ્ય અર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે છઠ્ઠી મૈયા છઠ્ઠ વ્રત રાખતી મહિલાઓને સંતાન પ્રાપ્તિનું વરદાન આપે છે. રાજ કાપડિયા 9879106469 સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરોદિવાળી પછી છઠ નું મહાપર્વ દાહોદમાં ધૂમધામ થી મનાવવામાં આવ્યું હતું. આ છઠના તહેવાર ઉત્તર પ્રદેશ પટના બિહાર જેવા રાજ્યોમાં પ્રમુખ તહેવાર તરીકે મનાવવામાં આવે છે તો ત્યાં જ ઉત્તર પ્રદેશ પટના બિહારના લોકો સમગ્ર દેશમાં હોવાના કારણે દાહોદમાં પણ છઠ તહેવાર મહાપર્વ ધૂમધામથી મનાવવામાં આવ્યું હતું. દાહોદના છાપ તળાવ અને ભીલવાડા નજીકમાં બનાવેલું કૃત્રિમ તળાવમાં છઠ મૈયા ના ભક્તો ઉમટી પડ્યા હતા ત્યાં વિધિ વિધાનથી પૂજા અર્ચના કરી ગઈ કાલે સાંજે ડૂબતા સૂરજને અર્ક આપ્યું હતું તો ત્યાં જ આખી રાત રોકાઈને પૂજા અર્ચના ભજન પાઠ કરીને આજે વહેલી સવારે જ્યારે સૂરજનું પ્રથમ કિરણ સાથે જ આ મહાપર્વ ને સૂર્ય દેવતાને અર્ક આપીને આ મહા પર્વનું સમાપન કરવામાં આવ્યું હતું. આ મહાપર્વ માં ઉત્તર પ્રદેશ પટના બિહારના સાથે સાથે અન્ય લોકો પણ જોડાયા હતા અને ધૂમધામ થી પૂજા અર્ચના કરી હતી.