પાલનપુર એરોમા સર્કલ નજીક હોસ્પિટલ જવાના માર્ગ વચ્ચે પડેલી કાર હટાવવા માટે હોર્ન મારતાં ઉશ્કેરાયેલા આઇસીયુના સ્ટાફ સહિત 6 શખ્સોએ તબીબ ઉપર હુમલો કર્યો હતો. જે પૈકી એક શખ્સે તેમના પેટમાં ચપ્પુ હુલાવી દીધું હતું. જેમને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે 6 શખ્સો સામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે ઇજાગ્રસ્ત તબીબ સામે પણ ક્રોસ ફરિયાદ નોંધાવી હતી.
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी
पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
શુભ આઇ.સી.યુ.ના રાહુલગીરી દશરથગીરી ગૌસ્વામીએ તેમના ત્યાં દાખલ કરેલા દર્દીના હાથપગનું ઓપરેશન કરવા માટે ગુરુ ઓર્થોપેડિકના તબીબ ડો. હસ્તાપુરી કાશીપુરી ગૌસ્વામીને બોલાવ્યા હતા. જે પોતાની કાર નં. જીજે. 18. બી.બી. 8406 લઇ આવી રહ્યા હતા. ત્યારે આઇસીયુ નજીક માર્ગ વચ્ચે પડેલી કાર હટાવવા માટે હોર્ન માર્યું હતું. આથી બાજુમાં આવેલી શ્રી આઇસીયુનો ધાનેરાના વાછડાલ હાલ સર્કિટહાઉસ પાછળ રહેતો ભરતપુરી પુનમપુરી ગૌસ્વામી, મહેશપુરી પુનમપુરી ગૌસ્વામી, ડીસાના છડીવાડીનો વિજય ગૌસ્વામી, પાલનપુરના વેડંચાનો ધવલ ઠાકોર, પાલનપુરના ધનિયાણાનો રાજુ ઠાકોર અને જીગર એમ્બ્યુલન્સવાળો ઉશ્કેરાઇ ગયા હતા.
જે પૈકી મહેશપુરી ગૌસ્વામીએ તેની પાસેનું ચપ્પુ ડો. હસ્તાપુરી ગૌસ્વામીના પેટના ભાગે માર્યું હતું. ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. રાહુલગીરી ગૌસ્વામીએ છ શખ્સો સામે પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અગાઉની અદાવતમાં હુમલો કર્યો હોવાની ફરિયાદ મહેશપુરી પુનમપુરી ગૌસ્વામીએ નોંધાવેલી ક્રોસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ તેમના મોટાભાઇ ભરતપુરી ગૌસ્વામીના શ્રી આઇ. સી. યુ. બહાર સ્ટાફ સાથે ફટાકડા ફોડતા હતા. ત્યારે ડો. હસ્તાપુરી ગૌસ્વામી કાર લઇને આવ્યા હતા. જ્યાં રસ્તા વચ્ચે વાહનો પડેલા હોઇ હોર્ન વગાડતા હોઇ કેમ હોર્ન વગાડો છો તેમ કહેતા તે ઉશ્કેરાઇ ગયા હતા. અને ઝપાઝપી કરી હુમલો કર્યો હતો. અદાવત રાખી હુમલો કર્યો હોવાનો પણ ઉલ્લેખ કરાયો છે. પોલીસે બંને ફરિયાદો આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.