ગીરગઢડાના કરેણી ગામે રહેતો પરણીત શખ્સે સગીર યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હોય જે અંગેની ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ હતી. આ કેઇસ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ચાલી જતાં શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા અને રૂ.૫ હજારનો દંડ ફટકારેલ હતો.
તા.૩ ઓગષ્ટ.૨૦૨૦ના કરેણી ગામે રહેતો અને એક બાળકીનો પિતા રામ કાના ચુડાસમા ઉ.વ.૨૮ આ શખ્સે સીમાસી ગામે રહેતી સગીરયુવતી ઉ.વ.૧૭ ને લલચાવી ફોસલાવી ભગાડી લઇ જઇ અવાર નવાર દુષ્કર્મ આચરેલ હતું. અને આ અંગે ગીરગઢડા પોલીસમાં ફરીયાદ નોધાવેલ હોય અને આ કેઇસ સ્પેશ્યલ પોસ્કો કોર્ટમાં ઉના ખાતે ચાલી જતાં આ બનાવ અંગેના આધાર પુરાવા, મેડીકલ રીપોર્ટ, સાહેદની જુબાની સહીતના પુરાવા રજુ કરાયેલ હોય અને સરકારી વકીલ મોહનભાઇ ગોહેલની ધારદાર દલીલને ધ્યાને રાખી ઉના સ્પેશ્યલ પોસ્કો કોર્ટે આ શખ્સને ૧૦ વર્ષની સખ્ત કેદની સજા તેમજ રૂ ૫ હજારનો દંડ ફટકારેલ હતો. રિપોર્ટર જહાંગીર બ્લોચ ઉના