અમરેલી, તા.૧૪ ડિસેમ્બર, ૨૦૨૨ (બુધવાર) અમરેલી સ્થિત શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ ખાતે. મોતિયાના ઓપરેશન કર્યા બાદ કેટલાક દર્દીઓ દ્વારા ફરિયાદો આવી હોવાનું ધ્યાને આવ્યું હતું. દર્દીઓમાં આવેલી ફરિયાદો અંગેના કારણો સહિતના હકિકતલક્ષી અહેવાલ મુજબ આંખમાં દુઃખાવો અને જાખપ આવી હોવાનો તકલીફ હતી. આ દર્દીઓને ભાવનગરથી અમદાવાદ, રાજકોટ અથવા ભાવનગર ખાતે રિફર કરવામાં આવ્યા છે. ૧૧ દર્દીઓમાંથી બે દર્દીઓને તા.૧૩-૧૧-૨૦૨૨ની સ્થિતિએ સારું થઈ ગયું હોવાના રીમાર્કસ શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલના તબીબી અધિક્ષકશ્રી દ્વારા ટાંકવામાં આવ્યા છે.

   - દર્દીઓની વિગત મુજબ-

(૧)દાફડા શારદાબેન કાંતિભાઈ (ઉ.વ.૬૦) અનીડા, તા.૧૬-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૩-૧૧-૨૦૨૨ના રોજ ભાવનગરથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

 (૨) રામજીભાઈ દેવરાજભાઈ ચોવટિયા (ઉ.વ.૭૫) મીઠાપુર, તા.૧૬-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૪-૧૧-૨૦૨૨ના રોજ ભાવનગર રીફર કરવામાં આવ્યા છે.

(૩) નનુભાઈ ભોજાભાઈ ઝાપડા (ઉ.વ. ૬૫) મોટા કણકોટ, તા.૧૮-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૪-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

(૪) ગીલાભાઈ મેસુરભાઈ ભુવા (ઉ.વ. ૭૦) અમરેલી, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૯-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. (૫) લાભુબેન વિનુભાઈ ધંધુકીયા (ઉ.વ. ૫૦) ચલાળા, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૯-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

(૬) સનાભાઈ જેરામભાઈ ગોહિલ (ઉ.વ. ૭૦) ગીરિયા, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૫-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે.

(૭) નીરુબેન રાજેન્દ્રભાઈ ટાકૌલીયા(ઉ.વ. ૬૦) ગીરિયા, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૩-૧૧-૨૦૨૨ના રોજ ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. (આ દર્દીને સારુ થઈ ગયાનો રિમાર્ક્સ તબીબી અધિક્ષકે તા.૧૩-૧૨-૨૦૨૨ના રોજ ટાંક્યો છે.)

(૮) લાભુબેન બાબુભાઈ ધાનાણી (ઉ.વ. ૬૫) અમરેલી, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૫-૧૧-૨૦૨૨ના રોજ રાજકોટ રીફર કરવામાં આવ્યા છે.

(૯) રોશનબેન અલારખભાઈ બેલીમ (ઉ.વ. ૭૦) લીલીયા, તા.૨૨-૧૧-૨૦૨૨ના રોજ ડાબી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૯-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ રીફર કરવામાં આવ્યા છે. (૧૦) રાવજીભાઈ પોપટભાઈ રોકડ (ઉ.વ. ૬૮) લીલીયા, તા.૨૩-૧૧-૨૦૨૨ના રોજ ગ્લોકોમાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૫-૧૧-૨૦૨૨ના રોજ રાજકોટ ગુરૂકુળ ખાતે રીફર કરવામાં આવ્યા છે. (આ દર્દીને સારુ થઈ ગયાનો રિમાર્ક્સ તબીબી અધિક્ષકે તા.૧૩-૧૨-૨૦૨૨ના રોજ ટાંક્યો છે.) (૧૧) આંશુબેન માનનભાઈ ઘારેલા (ઉ.વ. ૪૦) અમરેલી, તા. ૨૩-૧૧-૨૦૨૨ના રોજ જમણી આંખમાં મોતિયાનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તા.૨૬-૧૧-૨૦૨૨ના રોજ અમદાવાદ ખાતે રીફર કરવામાં આવ્યા છે, તેમ તબીબી અધિક્ષક શાંતાબા મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલ અમરેલીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા /અમરેલી.