વડોદરા: ગુજરાતમાં શ્રવણ માસ આવે એટલે જુગારીઓ અલગ અલગ જગ્યાઓએ ધામા નાખીને જુગાર રમવા બેસી જાય છે, ગુજરાતમાં જુગાર પ્રતિબંધિત હોવા છતાં પોલીસ દ્વારા ઘણા જુગારીઓની અટકાયત કરવામાં આવતી હોય છે, પરંતુ જુગારીના કારણે પોલીસ સસ્પેન્ડ થાય એવો કિસ્સો પહેલી વાર સામે આવ્યો છે. વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર સહિત અન્ય 6 લોકોને બેદરકારી દાખવવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રાથમિક જાણકારી મુજબ, વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગત 13 ઓગસ્ટના રોજ એક જુગારનો ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગુનાના સંદર્ભમાં PI વી. એન. મહિડા અને અન્ય 6 પોલીસકર્મીઓએ આરોપીની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી કરવાની જગ્યાએ આરોપીને છોડી મૂક્યો હતો. આ મામલે તપાસ થતાં PI વી. એન. મહિડા અને અન્ય પોલીસકર્મીઓની નિષ્કાળજી અને ફરજમાં ગંભીર બેદરકારી સામે આવી હતી જેના પગલે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે PI વી. એન. મહિડા સામે અગાઉ પણ બેદરકારી માટે કાર્યવાહી થઈ ચૂકી છે. થોડા સમય પહેલા જ PI મહિડાને મકરપુરા પોલીસ સ્ટેશનમાં મૂકવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ પણ તેઓ બે થી ત્રણ કિસ્સામાં વિવાદમાં આવ્યા હતા. બે દિવસ પહેલા જ મકરપુરા પોલીસના બે જવાનો બુટલેગર પાસે રૂપિયા લેતા હોવાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જ્યારે ગઈકાલે PCBએ બુટલેગર પ્રવીણ લાલાને ત્યાં રેડ પાડી બે કાર તેમજ દારૂના જથ્થા સાથે 9 લાખની મતાનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જેથી શહેર પોલીસ કમિશનરે PIને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે.

PI વી. એન. મહિડા ઉપરાંત સસ્પેન્ડ થયેલા પોલીસકર્મીઓ
1) ASI રાજેન્દ્રસિંહ ગણપતસિંહ
2) હેડ કોન્સટેબલ તુલસીદાસ ભોગીલાલ
3) હેડ કોન્સટેબલ વિનોદભાઈ શંકરભાઈ
4) કોન્સટેબલ ઈશ્વરભાઈ ચંદુભાઈ
5) LRD જીતેશભાઈ માધાભાઈ
6) LRD મનસુખભાઈ ભાણાભાઈ