સામાન્ય રીતે આપણા દેશમાં પંદરમી ઓગસ્ટ અને છવીસ જાન્યુઆરી ને દીવસે સૈનીકો ને યાદ કરવામાં આવે છે અને બાકીના દિવસોમાં મોટા તહેવારોમાં તેઓને ભુલાવી દેવામા આવે છે ત્યારે કાલોલ ની દ્વારકેશ નગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત આર્મી મેન પુનમભાઈ વરિયા અને તેઓના પરીવાર દ્વારા સતત સાતમા વર્ષે "એક દિયા શહીદો કે નામ" કાર્યક્ર્મ યોજાયો હતો પુનમભાઈ વરિયા ના બન્ને પુત્રો અતુલભાઈ જમમુ કાશ્મીર ખાતે અને રાજેશભાઈ શ્રીનગર ખાતે આર્મી મા ફરજ બજાવે છે અને પુત્રી છાયાબેન સીઆરપીએફમાં ગાંઘીનગર અને જમાઈ જયંતકુમાર પણ કુપવાડા ખાતે સેનામાં ફરજ બજાવે છે દિવાળી નિમિત્તે પિતા અને પુત્ર બન્ને વડોદરા, પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના શહીદ સૈનિકો ના પરીવારજનો ની મુલાકાત લઈ તેઓની સાથે સમય વિતાવી દિવાળી નિમિત્તે ભેટ આપે છે ત્યારે વીર શહીદ સૈનિક ના પરીવાર ને પોતાનો કોઈ સ્વજન મળ્યો હોય તેવી લાગણી થાય છે.ચાલુ વર્ષે ૨૮ શહીદ પરીવાર ની મુલાકાત લઈ તેઓને ભેટ આપવામાં આવી હતી.દિવાળી ના દીવસે સોસાયટીમાં વરિયા પરિવાર અને સોસાયટી ના રહીશો અને મિત્ર મંડળ દ્વારા સરસ રીતે રંગોળી બનાવવામાં આવે છે અને આ રંગોળી મા રંગ અને ફૂલો વડે ભારત નો નકશો તથા દેશભક્તિ ના વિવિઘ સૂત્રો બનાવવામાં આવે છે ઉપરાંત આ રંગોળી મા દિવડા પ્રગટાવતા નયનરમ્ય દ્રશ્યો જોવા મળે છે. ચાલુ વર્ષે શહીદો ના પરિજનો દીવાળી નિમિત્તે કાલોલ ખાતે હાજર રહ્યા હતા વરિયા પરિવાર દ્વારા શહીદ થયેલા જવાનો ના પરીવારજનો નુ સન્માન કરવામાં આવ્યુ હતુ. અને શહીદો ને બે મિનીટ નુ મૌન પાળી અંજલી આપવામા આવી હતી.આ કાર્યક્રમમા નિવૃત્ત જીવન ગુજારતા સૈનિકો તેઓના કુટુંબીઓ, સોસાયટીના રહીશો , સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ના કર્મચારી, નરેન્દ્ર મોદી વિચાર મંચ ના હોદ્દેદાર, પત્રકાર અને અગ્રણીઓ જોડાયા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સુરતના ગાડોદરા વિસ્તારમાં ઢોર પકડવા ગયેલી ટીમ પર થયો હુમલો
રાજ્યમાં રસ્તે રખડતા ઢોર મુદ્દે અવાર-નવાર અકસ્માતની ઘટના બનતી હોય છે જેમાં કેટલીક વખતે નાના...
GUJARAT NEWS PORBANDAR 14 11 2022
GUJARAT NEWS PORBANDAR 14 11 2022
প্ৰধানমন্ত্ৰীৰ মন কি বাত অনুষ্ঠানত অংশগ্ৰহণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
প্ৰধানমন্ত্ৰীৰ মন কি বাত অনুষ্ঠানত অংশগ্ৰহণ বিধায়ক ধৰ্মেশ্বৰ কোঁৱৰৰ
আজি ভাৰতৰ...
તુલસી વિવાહ : રણછોડરાય મંદિરથી ભગવાનની શાહી સવારી નીકળી.
ગતરોજ ખંભાતના રણછોડરાય મંદિર અને રાધાકૃષ્ણ મંદિરથી તુલસી વિવાહના પગલે ભગવાનની શાહી સવારી નીકળી...
શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું
શશીધન ડે સ્કુલ માં વેકેશન દરમ્યાન સમર કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે લિમીટેડ સીટ હોવાથી વહેલાં...