ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા પેરોલ ફર્લો સ્કવોડનાં માણસો મહુવા ડીવીઝનનાં ખુંટવડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન *પી.આર.સરવૈયા એ.એસ.આઇ. તથા અલ્તાફભાઇ ગાહા પો.કોન્સ. એલ.સી.બી., ભાવનગરનાંઓને મળેલ સંયુકત માહિતી આધારે* ખુંટવડા,આસરાણા ચોકડી પાસેથી ગ્રે કલરની મારૂતિ ઇકો કાર રજી. નંબર-GJ-05 JP 3441 માં નીચે મુજબનાં માણસો પાસેથી નીચે મુજબનો મુદ્દામાલ મળી આવેલ.જે તમામ મુદ્દમાલ તેઓએ ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શક પડતી મિલકત તરીકે તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ. આ તમામ માણસોની પુછપરછ કરતાં તેઓ તમામે છેલ્લાં એકાદ વર્ષથી ભાવનગર જિલ્લાનાં મહુવા તાલુકાનાં કોંજળી, બેલમપર, ઓથા, કુંભારીયા,બોરડી તથા તળાજા તાલુકાનાં હબુકવડ અને અમરેલી જિલ્લાનાં સાવર કુંડલા તાલુકાનાં નેસડી, બાઢડા અને રાજુલા તાલુકાનાં નાની ખેરાડી ગામેથી ચોરીઓ કરેલ તે ચોરીમાં મળેલ ઉપરોકત સોના-ચાંદિનાં દાગીનાં હોવાની તથા રોકડ રૂપિયા હોવાનું અને આ ચોરીઓમાં મળેલ રૂપિયામાંથી ઉપરોકત ઇકો કાર ખરીદ કરેલ હોવાનું અને કુંભારીયા તથા હબુકવડ ગામે થયેલ ચોરીમાં અરવીંદભાઇ ઉર્ફે કુંભો રણછોડભાઇ રહે.સુરતવાળો ચોરી કરવામાં સાથે હોવાની કબુલાત કરેલ. જે અંગે તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ખુંટવડા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ.આ તમામ માણસોએ ચોરીઓ અંગે કરેલ કબુલાત અંગે ખરાઇ કરતાં નીચે મુજબનાં ગુન્હાઓ દાખલ થયેલ હોવાનું જણાય આવેલ. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે નિકુલભાઇ ઉર્ફે પપ્પુ ખીમજીભાઇ કાતરીયા, નાગજી ઉર્ફે નકો શામજીભાઇ મકવાણા, નિલેષભાઇ ભવાનભાઇ ડાભી, ગોબર ઉર્ફે ગોપાલ મેઘાભાઇ જાદવ, પ્રવિણભાઇ રણછોડભાઇ પરમારને ઝડપી લઇ લક્ષ્મીજી, ગણપતીજી સહિતનાં ચાંદીના સીકકા નંગ-૦૪,ચાંદીની ૧૦ ગ્રામની લગડી-૦૧ કુલ વજન-૫૦ ગ્રામ કિ.રૂ.૨,૭૫૦/-, 2. ચાંદીની માળા-૦૪, રૂદ્રાક્ષનું બેરખું-૦૧, ચાંદીની વીંટી-૦૧ વજન-૬૪ ગ્રામ કિ.રૂ.૨,૦૦૦/-, 3. રૂ.૯૯,૫૦૦/-ની ભારતીય દરની ચલણી નોટો, 4. અલગ-અલગ કંપનીનાં મોબાઇલ નંગ-૦૩ કિ.રૂ.૧૫,૦૦૦/-, 5. સોનાનો જોળીયા નંગ-૦૩ વજન-૪૨ ગ્રામ ૨૬૦ મીલીગ્રામ કિ.રૂ.૧,૮૪,૦૦૦/-, 6. ગ્રે કલરની ઇકો કાર રજી.નંબર-GJ-05 JP 3441 કિ.રૂ.૨,૫૦,૦૦૦/- મળી કુલ રૂ.૫,૫૩,૨૫૦/- નો મુદ્દામાલ કબજે કરી વધુ કાર્યવાહી હાથધરી હતી.