દિવાળીના પર્વને ધ્યાને લેતા દાહોદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે હેતુથી ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ની કલમ-૩૩(૧) (ઝ) હેઠળનું જાહેરનામું
ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा
ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं
દાહોદ શહેરી વિસ્તારમાં જાહેરનામાંની ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) તારીખથી તા.૧૫.૧૧.૨૦૨૪ સુધી ''નિયત સ્થળ'' તેમજ પરવાનગી મેળવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડાનું છૂટક વિતરણ/વેચાણ કરવા પર મનાઇ
દાહોદ : દાહોદ શહેર દાહોદ જિલ્લાનું મુખ્ય મથક છે. શહેર વિસ્તારમાં જુદા જુદા ખાતાની કચેરીઓ, શાળાઓ, કોલેજો જેવી સરકારી ઈમારતો આવેલ છે, અને દાહોદ જિલ્લો મઘ્યપ્રદેશ તથા રાજસ્થાન રાજ્યોની સરહદે આવેલ છે. વેપાર માટેનું મુખ્ય મથક છે. આથી આગામી દિવાળીના પર્વને ધ્યાને લેતાં દાહોદ શહેરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ જાહેર વ્યવસ્થા જોખમાય નહીં, કોઈ અનિચ્છનીય બનાવ કે અકસ્માત બને નહીં અને શાંતિમય વાતાવરણમાં પર્વની ઉજવણી થાય તે હેતુથી ફટાકડાના છૂટક વેચાણ માટેની દુકાનો એક જ સ્થળે રાખવું ઉચિત જણાય છે. જાહેર જનતાની સલામતી તેમજ આગ અકસ્માત જેવા બનાવોથી રક્ષણ મળી રહે તે હેતુથી ફટાકડાના પરવાનેદારોને નિયત કરેલ ચોક્કસ સ્થળે નિયમોને આધીન નિયત સ્થળ હેતુ અત્રે સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી દાહોદએ દરખાસ્ત કરતાં દાહોદ શહેરમાં કેશવ-માધવ રંગમંચ(ઓપન થીએટર), સ્ટેશન રોડ, દાહોદ ખાતે ફટાકડા વેચાણ માટે ‘’નિયત સ્થળ'' તરીકે નક્કી કરવું ઉચિત જણાય છે.
તેવી જ રીતે દાહોદ શહેરી વિસ્તારમાં '’નિયત સ્થળ" તેમજ પરવાનગી મેળવેલ સ્થળ સિવાય અન્ય કોઈ પણ જગ્યાએ ફટાકડાનું વેચાણ નહીં કરવા સારું મનાઈ ફરમાવવાની પણ જરૂર જણાય છે. જેથી નીચે મુજબ હુકમ કરવામાં આવે છે. દાહોદ શહેરી વિસ્તારમાં જાહેરનામાની તારીખથી તા.૧૫.૧૧.૨૦૨૪ સુધી ''નિયત સ્થળ'' તેમજ પરવાનગી મેળવેલ સ્થળ સિવાયના અન્ય સ્થળે ફટાકડાનું છૂટક વિતરણ/વેચાણ કરવા ઉપર મનાઇ ફરમાવવામા આવે છે.
*શરતો*:
૧) અત્રેથી હંગામી લાયસન્સ ઈસ્યુ કરવામાં આવેલ ફટાકડાના છૂટક વિક્રેતાઓએ “નિયત સ્થળ" તેમજ પરવાનગી મેળવેલ સ્થળ ખાતે થી જ વિતરણ કરવાનું રહેશે.
૨) નિયત સ્થળે વેચાણ કરવા અત્રેથી હંગામી લાયસન્સ ફરજીયાત મેળવવાનું રહેશે.
૩) એકસ્પ્લોઝીવ રુલ્સ-૧૯૮૩ના નિયમ નં.૭૮ થી ૮૮ નું સખ્તાઈ પૂર્વક પાલન કરવાનું રહેશે.
૪) દુકાનની આગળ કોઈ પણ પ્રકારનું શેડ કે પ્લેટફોર્મ બનાવી શકાશે નહી. આ પ્રકારના સ્ટોલ પર નિયમોનુસાર આવશ્યક અગ્નિશમનની તમામ વ્યવસ્થા કરવાની રહેશે. અગ્નિશમન માટેની જરૂરી તમામ સામગ્રી વેચાણના સ્થળે રાખવાની રહેશે.તેમજ સલામતીના તમામ પ્રકારના સાધનો વેચાણના સ્થળે રાખવાના રહેશે અને સલામતીને લગતી તમામ બાબતોની અમલવારી કરવાની રહેશે, તથા આ બાબતનું પાલન થયાની ખાતરી નગરપાલિકા, દાહોદએ કરવાની રહેશે.
૫) Compliance of the Directives of the Hon'ble Supreme Court, vide judgment dated 18.07.2005 in connection with Noise standards for firecrackers; as per Notification No.G.S.R. 682 (E) dated 5.10.1999
a) Prohibiting the manufacturer sale or use of firecracker generating noise level exceeding 125 dB (AI) or 145 dB (C) PK at 4 M distance from the point of bursting
b) For individual firecrackers constituting the series (Joint crackers) the above mentioned limit to be reduced by the 5log 10 (N) dB where N=Number of crackers joined together.
૬) નિયત સ્થળ પર જોગવાઈ ધ્યાને રાખી layout મંજુર કરી તે અનુસાર Plot ફાળવણી નિયમોનુસાર હરાજી/ભાડા પધ્ધતિથી નગનરપાલીકા, દાહોદએ કરવાની રહેશે તથા ફાળવેલ પ્લોટની વિગત તેમની દરખાસ્તમાં સ્પષ્ટ દર્શાવવાની રહેશે.
૭) નગરપાલિકા દાહોદ તથા પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી, દાહોદ ટાઉને એક્સ્પ્લોઝીવ રુલ્સ-૧૯૮૩ના નિયમ ૮૪ ની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરી ફટાકડા વેચાણની દુકાનો તૈયાર કરવાની રહેશે.
૮) સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટશ્રી, ઝાલોદ, લીમખેડા તથા દે.બારીઆ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી, લીમખેડા, ઝાલોદ દ્વારા પોતાના તાબાના વિસ્તારમાં નિયત કરેલ સ્થળે એક્સ્પ્લોઝીવ રુલ્સ-૧૯૮૩ના નિયમ ૮૪ની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન થાય તે સુનિશ્વિત કરવાનું રહેશે.
*નોંધ* - સદરહુ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યક્તિ સદરહુ ગજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૫ તથા ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ હેઠળ તેમજ એકસ્પ્લોઝીવ એક્ટ અને તેના નિયમો હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.
આ હુકમ અન્વયે દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ કોન્સટેબલ સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાંનો ભંગ કરનાર ઈસમો સામે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ ૨૨૩ તથા જી.પી એક્ટની કલમ-૧૩૧ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે એમ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એમ.રાવલ દ્વારા જાહેરનામા દ્વારા જણાવાયુ છે.