દાહોદમાં નકલી એન એ હુકમની તપાસમાં સરકારી પડતર જમીનમાં 150 થી વધુ દુકાનોનું બાંધકામ થયું હોવાનો ખુલાસો થતા તંત્ર દ્વારા સાત દિવસમાં તે દુકાનો દૂર કરવાની તાકીદ કરતી નોટિસ તે દુકાનો પર તંત્ર દ્વારા ચોંટાડવામાં આવતા દુકાનદારોમાં ફફડાટ ફેલાવા પામ્યો છે. ( સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) દાહોદમાં ભુમાફીયાઓ દ્વારા નકલી એને એ નાઔ હુકમ તૈયાર કરી જમીનો વેચવાનું કૌભાંડ સામે આવતા પોલીસ ફરિયાદ બાદ મુખ્ય સૂત્રધારને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યો છે. ત્યારે સમગ્ર પ્રકરણની ચાલી રહેલી તપાસમાં હાલ 219 જેટલા સર્વે નંબર શંકાસ્પદ હોવાનું સામે આવતા તંત્ર દ્વારા ઝીણવટ ભરી તપાસ ચાલી રહી છે. જેમાં એક વધુ ચોકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ભૂ માફિયાઓએ દાહોદના ગરબાડા રોડ પર એક સર્વે નંબરના કેટલાક ભાગમાં નકલી એન એ ના હુકમનો તો ઉપયોગ કર્યો જ છે. પરંતુ તે સર્વે નંબરની નજીકમાં આવેલી સરકારી પડતર જમીનમાં 400 ગુંઠાથી વધુ જમીન પડાવી તેના પર કબજો મેળવી લીધો હતો. અને ત્યાં આખે આખું માર્કેટ ઉભું કરી દેવામાં આવ્યું છે. ભૂ માફિયાઓ દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સાથે મિલીભગત કરી નકલી પ્રોપર્ટી કાર્ડ પર બનાવી લીધા અને મૂળ પ્રોપર્ટી કાર્ડમાં ફેરફાર કરી 400 ગુઠા ઉપરાંતની સરકારી પડતર જમીનનુ પણ બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું . અને જમીનના દસ્તાવેજો પણ થઈ ગયા. જ્યારે તપાસમાં સરકારી જમીનમાં દબાણ થયું હોવાનું સામે આવતા દાહોદ મામલતદાર દ્વારા માપણી કરી પાકા દબાણો પર ડીમાર્કેસન કરીને 150 જેટલી દુકાનો પર દિન સાતમાં સદર બાંધકામ દૂર કરવાની તાકીદ કરતી નોટીશ ચોંટાડી દેવામાં આવતા દાહોદના ભુ માફિયાઓના ષડયંત્રનો શિકાર બનેલા વેપારીઓ માંભૂકંપી ખળભળાટ મચી જવા પામ્યો છે. અને પોતે ઠગયા હોવાના પસ્તાવા સાથે પોતે ખરીદેલી મિલકત બચાવવા માટે રજૂઆત કરવા કલેકટર ઓફિસના ચક્કર કાપી રહ્યા છે. તેમજ આ અંગે દાહોદ મામલતદારને પણ લેખિતમાં રજૂઆત કરી છે. એક તરફ દિવાળી જેવા તહેવાર સામે આવી રહ્યા છે બીજી તરફ દાહોદમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા નકલી એન એ કાંડની શહેરના માર્કેટ પર પણ માઠી અસર જોવા મળી રહી છે. જેના પગલે માર્કેટમાં ભારે મંદી વાડો ચાલી રહ્યો છે. તેવા સમયે તંત્ર દ્વારા મેગા ડિમોલિશનની તૈયારીઓ આરંભી દેવાતા સમગ્ર દાહોદ શહેરમાં ચિંતાનું મોજુ પ્રસરી જવા પામ્યું છે. મિલકતદારો ની દિવાળી બગડવાની ભીતિ સેવાઈ રહી છે.