વડગામ પો.સ્ટે.વિસ્તાર માંથી માદક પદાર્થ ગાંજો ૬.૫૭૨ કિલો ગ્રામ કિ.રૂ.૬૫,૭૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી બનાસકાંઠા એસ.ઓ.જી. પોલીસ..

શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓ એ માદક પદાર્થની હેરાફેરી તથા વેંચાણ કરતા આરોપીઓ ને પકડી પાડવા સુચના કરેલ હોય જે સુચના અંતર્ગત, શ્રી એમ.જે. ચૌઘરી, પોલીસ ઈન્સપેક્ટર એસ.ઓ.જી. બનાસકાંઠા નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.ઈન્સ શ્રી એમ.જે. ચૌધરી તથા શ્રી એસ.એમ. પાંચીયા, પો.સ.ઈ. એસ.ઓ.જી. બનાસકાંઠા નાઓ તથા એસ.ઓ.જી પોલીસ સ્ટાફના માણસો સાથે મળેલ હકીકત આધારે જશવંતસિહ લાલાજી સોલંકી રહે વડગામ કોલેજની સામે, સુર્યનગરી સોસાયટી ની બાજુમાં, ચામુંડા ફાર્મ તરફ જતા કાચા રસ્તાની જમણી બાજુએ, વડગામ તા. વડગામ જી બનાસકાંઠા વાળાના કબજા ભોગવટાના ખેતરમાં બનાવેલ રહેણાંક ઘરની પાસે આવેલ તબેલાની આગળથી તેમજ ઘરની પાછળની દિવાલ પાસેથી મળી કુલ્લે ૬ કિલો પ૭૨ ગ્રામ સુકો ગાંજો કિ.રૂ.૬૫,૭૨૦/- તથા અન્ય મુદ્દામાલ મળી એમ કુલ રૂ.૭૧,૫૩૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે વડગામ પો.સ્ટે. ગુનો રજીસ્ટર કરાવેલ છે..

કામગીરી કરનાર અધિકારી ની વિગત..

એમ.જે.ચૌધરી, પો.ઈન્સ.,એસ.ઓ.જી

એસ.એમ.પાંચીયા, પો.સબ.ઈન્સ.,એસ.ઓ.જી

સિંકદરખાન, એ.એસ.આઈ., એસ.ઓ.જી

વનરાજસિંહ. હેડ કોન્સ., એસ.ઓ.જી

ઈન્દ્રજીતસિંહ. હેડ કોન્સ., એસ.ઓ.જી 

જામાભાઈ , હેડ કોન્સ., એસ.ઓ.જી

ભીખાભાઈ, હેડ કોન્સ., એસ.ઓ.જી

વિનોદભાઈ, હેડ કોન્સ., એસ.ઓ.જી

દિનેશભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી

સંકેતભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી

મયંકકુમાર, પો.કોન્સ., એસ.ઓ.જી

માવજીભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી

મહંમદમુજીબ, પો.કોન્સ., એસ.ઓ.જી

નટવરભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી

સરદારભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી

પ્રવિણભાઈ, પો.કોન્સ., એસ.ઓ.જી