દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને(NA) કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. (સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469)  સરકારી તંત્ર દ્વારા સંબંધિતો સમક્ષ ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે તેવા સમયે આજ રોજ સીટી સર્વે કચેરી રેવન્યુ ખાતુ અન્ય સંબંધિત ખાતાએ સાંગા ફળિયાથી સરકારી પત્ર જમીન પર ઉભા થયેલા દબાણનો સર્વે હાથ ધરી અને ડીમારકેશન કરતા સ્થળ ઉપર ભારે લોક ટોળા જામ્યા હતા સરકારી પડતર જમીન કોણે અને ક્યારે ખાનગી નંબરમાં ભેળવી દીધી તે પણ તપાસનો વિષય છે. જોકે જે લોકોએ સરકારી પડતર જમીન પર ઉભા કરાયેલા સ્ટ્રક્ચર લીધા છે અથવા જમીન ખરીદી છે તે લોકોમાં ભારે ગમગીની અને એક પ્રકારનો છુપો આક્રોશ ફેલાવવા પામ્યો છે. કોઈપણ ભોગે તેઓ પોતાની મિલકતો બચાવવા દોડધામ કરી રહ્યા છે ત્યારે વહીવટી તંત્ર સરકારી જમીન ખુલ્લી કરાવવા માટે કટિબદ્ધ હોવાનું જણાવી રહ્યા છે. સમગ્ર જમીન કૌભાંડ અંગે તરેહ તરેહની ચર્ચાઓએ જોર પકડયું છે

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

દાહોદ શહેરમાં બહાર આવેલા બહુચર્ચિત નકલી એને કૌભાંડમાં અનેક ચઢાવ ઉતાર આવ્યા છે. સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવનાર જમીન કૌભાંડમાં હાથ ધરાયેલી તપાસમાં નકલી એનએના હુકમો સહિત વિવિધ પ્રકારની ગેરેરીતિઓ આચરી હોવાનું તંત્ર દ્વારા તપાસના અંતે બહાર આવતા તાજેતરમાં 219 સર્વે નંબરોની યાદી રેવન્યુ ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી હતી. આ રેવન્યુ નંબરોના જે તે સંબંધીતો સામે ફોજદારી કાર્યવાહી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. તેવા સમયે ઓચિંતું આજે રેવન્યુ ડિપાર્ટમેન્ટ એક્શન મોડમાં આવતા સમગ્ર શહેર જિલ્લામાં ચર્ચા જાગી હતી.રેવન્યુ શાખા દ્વારા જાહેર કરાયેલી યાદી મુજબ રેવન્યુ સર્વે નંબર 376 અને 376 પૈકી કે જે ગરબાડા-અલીરાજપુર હાઈવે ને અડીને આવેલું સાંગા ફળિયાથી લગાવી અને નાની ખરજ સીમાડાસુધી વિસ્તરી ચૂક્યો હોવાનું કહેવાય છે.એ નંબરમાં મોટા પાયે ગેરરીતિ આચરી સરકારી પડતર નંબર 1003 ને ક્યાંય છુપાવી અને તેના ઉપર વિવિધ પ્રકારના કોમર્શિયલ દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હોવાનું બહાર આવવા પામ્યું હતું.