13 ઓક્ટોબરથી 27 ઓક્ટોબર સુધી ભાડુઆત નોંધણી અંગેની ખાસ ડ્રાઇવ સમગ્ર ગુજરાતમાં ચાલી રહી છે ત્યારે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ કાલોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે મધવાસી માધવ પાર્ક સોસાયટીમાં સમશેર રણધીર જાટ તથા ગીતાબેન હરીશકુમાર દરજી અને મહંમદ આશિફ ઉર્ફે ગુડ્ડુ ભાઈ તેમજ મધવાસ ચોકડી પાસે મહેન્દ્રભાઈ બીજલભાઇ ધારકીયા અને મધવાસ ગામના ભગવાનસિંહ પ્રતાપસિંહ રાઠોડ પોતાના કબજા નું મકાન એ આપી કોઈપણ પ્રકારનું આઈડી પ્રૂફ મેળવ્યા વગર અને સમય મર્યાદામાં સ્થાનિક પોલીસને જાણ નહીં કરતા જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કર્યો તે બદલ બીએનએસ કલમ 223 મુજબની કુલ પાંચ ફરિયાદ કાલોલ પોલીસ મથકે નોંધાવા પામી છે. વેજલપુર પોલીસ દ્વારા ત્રણ મકાન માલીક સામે કાયદેસર કાર્યવાહી કરી છે જેમા
એરાલ બેંક પાસે રહેતા ખુમાનસિંહ માનસિંહ ચૌહાણ અને એરાલ નવાપુરા ખાતે રહેતા વિરેન્દ્રસિંહ મનુભાઈ પરમાર તેમજ ખરસાલીયા રોડ પર રહેતા ડાહ્યાભાઈ મકવાણા એ પોતાનું મકાન પર પ્રાંતીયને ભાડે આપી કોઈ પણ જાતનું આઈડી પ્રૂફ મેળવ્યા વગર તેમજ સ્થાનિક પોલીસને સમય મર્યાદામાં જાણ નહીં કરવા બદલ જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો બંધ કર્યો હોવાથી વેજલપુર પોલીસ એ ત્રણે એ સમ સામે બીએનએસ કલમ 223 મુજબનો ગુનો દાખલ કર્યો