ગુજરાત કોંગ્રેસની ચૂંટણીલક્ષી જવાબદારી મોવડી મંડળે સંપૂર્ણ રીતે નિરીક્ષક તરીકે અશોક ગેહલોતને સોંપી છે ત્યારે આજથી તેમનો ત્રણ દિવસનો ગુજરાત પ્રવાસ છે. તેમના ગુજરાત પ્રવાસને લઈને ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે મીડિયા સાથેની વાતચીતમાં એક નિવેદન આપતા કહ્યું કે, અશોક ગેહલોતે ભૂતકાળમાં પણ ગુજરાતનું પ્રતિનિધત્વ કર્યું છે.
અશોક ગેહલોત બેઠકોમાં ગુજરાત કોંગ્રેસના કાર્યક્રમોનો રીવ્યુ કરશે, રીવ્યુ પૂર્ણ કર્યા બાદ અશોક ગેહલોત ચૂંટણીલક્ષી જરૂરી સૂચનો આપશે તેમ જગદિશ ઠાકોરે કહ્યું હતું. આ સાથે અશોક ગેહલોતે વધુમાં જણાવ્યું હતું કે,તેઓ તમામ ઝોનના પદાધિકારીઓ સાથે બેઠક થશે. આ વખતે અમે ચૂંટણીમાં 125 સીટો સાથે જીત મેળવવાનો જીતીશું. તે પ્રકારનો દાવો પણ અશોક ગેહલોત દ્વારા કરવામાં આવી હતી.
- ત્રણ દિવસનો આ રહેશે પ્રવાસ
આજથી ત્રણ દિવસના પ્રવાસની શરુઆત તેઓ સૂરતથી કરશે. ગુજરાત કોંગ્રેસના નિરીક્ષક બન્યા બાદ તેઓ પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. સૂરત બાદ તેમનો રાજકોટનો પ્રવાસ પણ આજના દિવસે રહેશે. આ ઉપરાંત બુધવારે મધ્ય ગુજરાતનો પ્રવાસ પણ તેમનો યોજવામાં આવશે.ટ જ્યાં વડોદરા અને અમદાવાદમાં તેઓ બેઠકો કરશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના અગ્રણી નેતાઓ સાથે પણ બુધવારે સાંજે બેઠકો કરેશે. જ્યારે 18 તારીખના રોજ રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકારોને સંબોધિત કરશે.