બજાણા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી પાટડી તાલુકાના ખેરવા ગામેથી શેરીમાં ગંજીપાનાનો જુગાર રમતા પાંચ શખ્સોને ઝડપી પાડ્યા હતા. બજાણા પોલીસે પાંચેય શખ્સોને રોકડા રૂ. 27,600ના મુદામાલ સાથે ઝડપી પાડી જુગાર અંગેનો ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.આ અંગેની જાણવા મળતી માહિતી મુજબ બજાણા પોલીસ મથકના પીએસઆઇ એસ.પી.ઝાલા સહિતનો બજાણા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હોય જેઓને ખેરવા ગામે ઉંડી શેરી પાસે પહોચતા ખાનગી રાહે બાતમી મળી હતી કે, ખેરવા ગામે શેરીમાં અમુક વ્યક્તિઓ ગંજીપાનાનો પૈસા વડે હારજીતનો જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે બજાણા પોલીસ દ્વારા ઉપરોક્ત સ્થળ પર રેઇડ કરતા ખુલ્લી જગ્યામાં પાંચ વ્યક્તિઓ કુંડાળું વળી અને પૈસાની હારજીતનો જુગાર રમી રહ્યા હતા.જેઓને પોલીસ દ્વારા કોર્ડન કરી જુગાર રમી રહેલા ઇનુભા મલેક-ખેરવા, મુકેશભાઈ પ્રતાપભાઈ મુલાડીયા-ખેરવા, મુકેશભાઈ ધીરુભાઈ વાઘેલા-ખેરવા હાલ-ઓઢવ, મુકેશભાઈ ચમનભાઈ મુલાડીયા-ખેરવા, નવીનભાઈ વનમાળીભાઈ દલસાનિયા, ઉપરોક્ત પાંચેય શખ્સોને ઝડપી પાડી તેઓ પાસેથી 27,600 રોકડ રકમ તથા મુદામાલ ઝડપી પાડ્યો હતો. બજાણા પોલીસના આ દરોડામાં બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ. એસ.પી.ઝાલા સાથે કે.જી.પારઘી, બી.કે.દેથળિયા, એન.આર.મેર, શક્તિસિંહ ગોયલ, પંકજભાઈ દુલેરા અને ભાવેશભાઈ રાવલ સહિતનો પોલીસ સ્ટાફ સાથે હાજર હતો. જેમાં જુગાર રમતા ઝડપાયેલા પાંચેય શખ્સો વિરુદ્ધ બજાણા પોલીસ મથકે જુગરધારાનો ગુન્હો દાખલ કરી આ કેસની વધુ કાર્યવાહી બજાણા પોલીસ મથકના પી.એસ.આઈ એસ.પી.ઝાલાએ હાથ ધરી છે.