બાબરા પોલીસ સ્ટેશન દ્રારા સીઆઇડી ક્રાઇમ સુરત ઝોન પોલીસ સ્ટેશન ના છેતરપિંડીના ગુન્હામા છેલ્લા ત્રણ વર્ષ થી નાસતા ફરતા મુળ બાબરા ના ઇંગોરાળા ના અને હાલ સુરત રહેતા આરોપી જનકભાઈ ગજેરા ને પકડી પાડતી બાબરા પોલીસ ટીમ શ્રી અશોકકુમાર સાહેબ પોલીસ મહાનિરીક્ષક શ્રી ભાવનગર નાઓ એ રેન્જ ના જીલ્લાઓમા નાસતા ફરતા આરોપીઓ / ફરાર કેદીઓ તથા અન્ય રાજ્યના નાસતા ફરતા તથા શરીર સબંધીત ગુન્હાનાઓના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે શ્રી હિમકરસિંહ સાહેબ પોલીસ અધિક્ષક અમરેલી નાઓ દ્વારા રાજ્ય / જીલ્લા / અન્ય રાજયના નાસતા ફરતા આરોપીઓ તથા શરીર સબંધી ગુન્હાઓના આરોપીઓને પકડી પાડવા જરૂરી માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે શ્રી જે.પી.ભંડારી , નાયબ પોલીસ અધિક્ષક , અમરેલી વિભાગ અમરેલી નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી જે.ડી.ડાંગરવાલા પોલીસ ઇન્સપેક્ટર બાબરા પોલીસ સ્ટેશન નાઓએ બાબરા પોલીસ સ્ટેશન ની ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ . સી.આઇ.ડી. ક્રાઇમ સુરત ઝોન પો.સ્ટે ફ.ગુ.ર.નં .૦૮ / ૨૦ આઇ.પી.સી. કલમ ૪૦૬,૪૦૯,૪૨૦ , વિ . મુજબનાં ગુન્હાનાં કામનો આરોપી જનકભાઇ હિમ્મતભાઇ ગજેરા ઉં. વ .૩૦ રામદેવ સોસાયટી સીમાડા ગામ , સુરત વાળો પોતાના મુળ ગામ ઇંગોરાળા તા.બાબરા જી.અમરેલી વાળાને પો.ઇન્સ જે.ડી.ડાંગરવાલા ને ચોક્કસ બાતમીના આધારે બાબરા ટાઉન શાહ પેટ્રોલ પંપ પાસે થી ઉપરોકત ઇસમને બાબરા પો.સ્ટે ની ટીમ દ્વારા વોચ ગોઠવી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી સારુ સી.આઇ.ડી.ક્રાઇમ ઝોન સુરત શહેર નાઓ ને સોંપી આપવા તજવીજ કરેલ છે . ઉપરોક્ત પરીણામલક્ષી કામગીરી પોલીસ ઈન્સ્પેક્ટર બાબરા પોલીસ સ્ટેશનનાઓ તથા બાબરા પોલીસ સ્ટેશન ના સર્વેલન્સ સ્ટાફ એ કરેલ છે રીપોર્ટર.. ભરતભાઈ ખુમાણ રાજુલા અમરેલી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો
जब वोट नफरत फैलाकर मिल ही जाते हैं तो सरकार आखिर क्यों करें आपकी चिंता
*जब वोट नफरत फैलाकर मिल ही जाते हैं, तो सरकार आखिर क्यों करे आपकी चिंता *
इंदौर शहर के...
दोदडगाव ट्रॅकचालक खून प्रकरणी पोलिसांनी आरोपीस ठोकल्या बेड्या
दोदडगाव ट्रॅकचालक खून प्रकरणी पोलिसांनी आरोपीस ठोकल्या बेड्या
ડીસામાં પોલીસ સ્ટેશને લોક દરબાર કાર્યક્રમ યોજાયો : વ્યાજખોરો સામે લડત આપવા પોલીસે સહકાર માંગ્યો
ડીસા તાલુકા પોલીસ મથકમાં ડી.વાય.એસ.પી.ના અધ્યક્ષસ્થાને લોક દરબારનું આયોજન કરાયું હતું. જેમાં...
ગ્રામીણ ઓલિમ્પિકમાં કબડ્ડી, માટલાદોડ, નાળિયેર ફેંક, નારગોલ સહિતની દેશી રમતોએ જમાવ્યું આકર્ષણ
તરણેતરના મેળામાં ગ્રામીણ ઓલિમ્પિક વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. ત્યારે દર વર્ષની માફક આ...