લોકો પાસેથી પૈસા પડાવવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનવાલ ના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું...વરૂણકુમાર બરનવાલ અથવા તો કલેક્ટર બનાસકાંઠાના નામથી કોઇપણ વ્યક્તિ લોકો સાથે ચેટ કરે અથવા તો પૈસાની માંગણી કરે તો સીધો જ પોલીસનો સંપર્ક કરવો....લોકો પાસેથી પૈસા પડાવવા અને છેતરપીંડી કરવાના ઇરાદાથી હરીયાણાના એક ઇસમ દ્વારા શ્રી વરૂણકુમાર બરનાવાલના નામનું ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે. હરીયાણાનો શિવકુમાર તુલસીરામ વિશ્નોઇ, ઉંમર 26 વર્ષ, ફતેહાબાદ તાલુકા અને જિલ્લાનો રહેવાસી છે. હરીયાણાનો આ વ્યક્તિ બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બનાવી લોકો સાથે ચેટ કરતો અને પૈસાની માંગણી કરી પૈસા પડાવતો હતો. વરૂણકુમાર બરનવાલના આ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા આ વ્યક્તિએ એક કંપનીમાં નોકરી આપવા માટે ભલામણ કરી હતી. જો કે કંપનીને શંકા ઉપજતા અને આ અંગે તપાસ કરતા આ એકાઉન્ટ ફેક હોવાનું બહાર આવ્યું છે. આ એકાઉન્ટ મારફતે ઘણા વ્યક્તિઓ પાસે પૈસા પડાવવાની વૃત્તિથી ચેટ કરતો હતો અને મહિલાઓ સાથે અશોભનીય પ્રકારની ચેટ પણ કરતો હતો. આ વ્યક્તિ 2016ની બેચના ઉત્તરાખંડ કેડરના IAS ઓફિસર નેહા મીણાના નામનું પણ ફેક એકાઉન્ટ ચલાવતો હતો...બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી વરૂણકુમાર બરનવાલે જણાવ્યું છે કે, વરૂણકુમાર બરનવાલ અથવા તો કલેક્ટર બનાસકાંઠાના નામથી કોઇપણ વ્યક્તિ લોકો સાથે ચેટ કરે અથવા તો પૈસાની માંગણી કરે તો કોઇપણ પ્રકારનો પ્રતિભાવ આપ્યા વિના સીધો જ પોલીસનો સંપર્ક કરવા અપીલ કરું છું...
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Coffee Painting નુ Mayor ના હસ્તે શુભારંભ કરવામા આવ્યુ - Tarak Maheta Ka Oolta Chashma ના કલાકારો ના
Coffee Painting નુ Mayor ના હસ્તે શુભારંભ કરવામા આવ્યુ - Tarak Maheta Ka Oolta Chashma ના કલાકારો ના
DEESA // ડીસા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપ ની બુથ સશક્તિકરણ અંગે બેઠક યોજાઇ..
ડીસા માર્કેટયાર્ડ ખાતે તાલુકા ભાજપની બુથ સશક્તિકરણ અંગે બેઠક યોજાઇ હતી..
જેમાં આગેવાનો એ આગામી...
अखिलेश सिर्फ ट्विटर तक सीमित बोले डिप्टी सीएम बृजेश पाठक
आगरा: आने वाले लोकसभा चुनाव में भाजपा प्रदेश की सभी 80 सीटों पर जीत हासिल करेगी। यह बात डिप्टी...
হোজাই ৰবীন্দ্ৰনাথ টেগৰ বিশ্ববিদ্যালয়ত উত্তাল প্ৰতিবাদ
হোজাইত ছাত্ৰ ছাত্ৰীৰ উত্তাল প্ৰতিবাদ।ৰবীন্দ্ৰনাথ টেগৰ বিশ্ববিদ্যালয়ৰ ছাত্ৰ একতা সভাৰ উদ্যোগত...
औरंगाबादच्या वाट्याला अतुल सावे,संदिपान भुमरे आणि अब्दुल सत्तार यांच्या रूपाने तीन कॅबिनेट मंत्रिपदे
औरंगाबादच्या वाट्याला अतुल सावे,संदिपान भुमरे आणि अब्दुल सत्तार यांच्या रूपाने तीन कॅबिनेट मंत्रिपदे