કાલોલ જુમ્મા મસ્જીદ પાસે રહેતા ઐયુબખાન નઝીરખાન પઠાણ દ્વારા નોંધાયેલી ફરિયાદ ની વિગતો મુજબ શનિવારે રાત્રિના આઠ કલાકે તેઓના ભાઈ ઈબ્રાહીમ ખાન નજીરખાન પઠાણ છકડામાં બેસીને ડેરોલ સ્ટેશન તરફ જતા હતા ત્યારે પંચમહાલ સ્ટીલની સામે રાત્રિના આઠ કલાકે છકડા ચાલકે પોતાનો છકડો ગફલતભરી રીતે હંકારતા કાબુ ગુમાવી દેતા પલટી ખાઈ ગયો હતો અને ઇબ્રાહિમને માથાના પાછળના ભાગે અને શરીરે એ જાઓ પહોંચતા કાલોલની ખાનગી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર કરાવ્યા બાદ હાલોલ ખાતે સીટી સ્કેન માટે લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મરણ પામેલ જાહેર કર્યા હતા અકસ્માત કર્યા બાદ છકડા ચાલક પોતાનું વાહન લઈને નાસી ગયો હતો. છોકરા ચાલકનું નામ અમર ભાટિયા હાલોલ નો હોવાનું જાણવા મળ્યું હતું પોલીસે છકડા નંબર આધારે ગુનો દાખલ કરી આગળની વધુ તપાસ પીએસઆઇ એલ એ પરમાર દ્વારા શરૂ કરાઈ છે.