નવરાત્રી પર્વની સમગ્ર રાજ્યમાં રંગેચંગે ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે. નવરાત્રી પર્વની ગુજરાતીઓ વિશેષ ઉમંગ, ઉત્સાહ અને આસ્થાથી ઉજવણી કરે છે. ( સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો રાજ કાપડિયા 9879106469 ) દાહોદ માં અનેક સ્થળોએ પ્રાચીન ગરબાથી માતાની આરાધના કરવામાં આવે છે. કેટલાક સ્થળોએ આર્વાચીન રાસ ગરબાની રમઝટ ખૈલેયાઓ માણે છે. અર્વાચીન ગરબા રમવાની મજા સાથે મોટી સંખ્યામાં લોકો જોવા માટે આવે છે. શહેરમાં નવરાત્રી મહોત્સવની રંગે ચંગે ઉજવણી થઈ રહી છે અને પ્રાચીન ગરબીની સાથે સાથે અર્વાચીન ગરબા મહોત્સવ પણ ધૂમ મચાવી રહ્યા છે. દાહોદ માં ત્રીજા નોરતે જ ખેલૈયાઓ ફૂલ જોશમાં જોવા મળ્યાં હતાં. રાત્રિના ઘોર અંધકાર વચ્ચે અદ્યતન લાઇટીંગ ડેકોરેશન, ફલડ લાઇટ, ઇલેકટ્રીક સિરીંજોની નયનરમ્ય ઝાકમઝોળ દિવસ જેવો માહોલ જમાવીને વાતાવરણમાં ધાર્મિકતાનો સૂર છવાયો છે. ખેલૈયાઓ ગુજરાતી ગરબાના સુરમાં તલ્લીન કરી દીધા છે. ‘‘પાવલી લઇને હું તો પાવાગઢ ગઇતી પાવાગઢ વાળી મને દર્શન દે, નહિ તો મારી પાવલી પાછી દે’’, ‘‘ઢોલીડા ઢોલ ધીમો ધીમો વગાડ મા..’’. ‘‘તારા વિના શ્યામ મને એકલડુ લાગે.... ’’ ‘‘હું તો ગઇતી મેળે’’, ‘‘ઇંધણા વીણવા ગઇ‘તી મોરી સૈયર’’, ‘‘અમો કાકા બાપાના પોરીયા ટીમલીમાં રમીયે’’, જેવા સોંગ પર રાસ-ગરબાની રસલ્હાણ જામી છે. ડીજે અને ઢોલના તાલે યુવક-યુવતિઓ, ખૈલૈયાઓ ગરબે ધુમવામા લયલીન બન્યા છે.પાવલી લઈને હું તો.. જેવા ગીતો પર ત્રીજા નોરતે દાહોદિયન ખેલૈયાઓ બન્યા ઘેલા, શનિવારે પાંચમી ઑકટોબરે ત્રીજા નોરતે ‘શ્રી મહાકાલ ઠાકુર ગ્રુપ' નાં સભ્યો
જગદીશભાઇ રાઠોડ,રાજુભાઈપંચાલ,શૈલેષ પટેલ,રાહુલ મિશ્રા,અજય રાઠી,ગૌરવ દલાલ અને તમાંમ સભ્યો દ્વારા આયોજિત "શીવ શક્તિ નવરાત્રી મહોત્સવ" દ્વારા પ્રસંગ પાર્ટી પ્લોટ ૨ માં નવરાત્રિની ધૂમ જામી હતી. અનેક ખૈલૈયાઆઓ ને પોતાના ડી.જે ના તાલે ઝૂમાવનાર રવિ સીસોદીયા તેઓ પણ સામેલ થયા હતા. આ ગરબા સેલિબ્રેશન દરમિયાન વિવિધ સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. ‘પ્રસંગ પાર્ટી પ્લોટ ૨' માં નવરાત્રી મહોત્સવ ની ઉજવણી માં ખેલૈયાઓ ઘેલા બન્યા હતા