સોમવારે બપોરે 1 વાગ્યે (ભારતીય સમય મુજબ રાત્રે 11:30) મેક્સિકોના પશ્ચિમ કિનારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. 

 રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 7.6 નોંધવામાં આવી હતી. કોલિમા રાજ્યના મંઝાનિલો શહેરમાં એક સ્ટોરની દિવાલ ધરાશાયી થઈ હતી, જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. અનેક ઈમારતોને પણ નુકસાન પહોંચ્યું છે.

અહીં પશ્ચિમ કિનારે સુનામીનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અહીંથી 500 કિમી દૂર રાજધાની મેક્સિકો સિટીમાં પણ હળવા આંચકા અનુભવાયા હતા. રાજધાનીમાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. સિસ્મોલોજિસ્ટ્સના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મિકોઆકન રાજ્યમાં કોલકોમનથી 59 કિમી દક્ષિણમાં, પેસિફિક કિનારે જમીનથી 15 કિમીની ઊંડાઈએ હતું.