જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે વહેલી સવારથી લુણાવાડા શહેરમાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે માંડવી બજાર, હુસેની ચોક, હટાડીયા બજાર, પીપળી બજાર, દરકોલી દરવાજા સાહિતન અનેક વિસ્તારોમાં ગુટણ સમાં પાણી વહ્યા હતા લુણાવાડા શહેરમાં 12 વાગ્યા થી બપોરના 2 વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે.વરસાદના કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી છે. બીજી બાજુ આસપાસના ખેડૂતોમાં પણ સારા વરસાદને લઈને ખુશી જોવા મળી રહી છે. ત્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં હજી સારા વરસાદની ખેડૂતો આશા સેવી રહ્યા છે. ત્યારે હજી પણ હવામાન વિભાગ ની આગાહી પ્રમાણે સારો વરસાદ વરસે તેવી લોકો આશા રાખી રહ્યા છે.