ઓક્ટોબર-૨૦૨૨ માં આવતા દિવાળીના તહેવારો દરમ્યાન દારૂખાનું સંગ્રહ તથા વેચવા માટેનો હંગામી પરવાના સબડીવીઝનલ મેજીસ્ટ્રેટ, કપડવંજની કચેરી, તાલુકા સેવા સદન, કપડવંજ ખાતેથી આપવામાં આવશે.અરજદારોને તા.૨૧/૦૯/૨૦૨૨ સુધીમાં સંપૂર્ણ વિગતો સાથેની અરજીઓ ત્રણ નકલમાં મામલતદાર કચેરી,કપડવંજ તથા કઠલાલ ખાતે રજુ કરવાની રહેશે. સબ ડીવીઝનલના અરજદારોની સવલત ખાતર ફોર્મ એ.ઈ.-૫ ની અરજીના નમૂના જે તે તાલુકા મામલતદાર કચેરીમાં મોક્લી આપવામાં આવેલ છે. જેથી ગ્રામ્ય વિસ્તારના અરજદારોએ તેમના તાલુકાની મામલતદાર કચેરીનો સંપર્ક સાધવાનો રહેશે.

     અરજી નિયત નમૂના ફોર્મ એ.ઈ.-૫ ની ઉપર રૂપિયા 3/- ની કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી તેની ત્રણ નકલમાં અરજી સબંધિત મામાલતદારશ્રીની કચેરીએ તા.૨૧/૦૯/૨૦૨૨ સુધીમાં કરવાની રહેશે. તેમજ અરજી સાથે (૧)૦૦૭૦ - O.A.S સદરે રૂ.૭૦૦/- (રૂ ૨૦૦/- તપાસણીના તેમજ રૂ.પ00/- દારૂખાનું રાખવાનો પરવાનો મંજૂર કરવાની પરવાના ફી પેટે ચલણથી જમા કરાવી તેનું અસલ ચલણ (૨) ધંધાના સૂચિત સ્થળની ૧૫ મીટરની ત્રિજયામાં આવેલ અન્ય દુકાનોના ધંધાનો પ્રકાર, શાળા, કોલેજો, હોસ્પિટલો સળગી ઉઠે તેવા પદાર્થોનું ગોડાઉન, પેટ્રોલ પંપ કે રક્ષિત ઈમારતો આવેલી હોય તો તેની સ્પષ્ટ વિગતો દર્શાવતો નકશો (શહેરી વિસ્તારમાં નગરપાલિકા ધ્વારા પ્રમાણિત કરેલ તથા ગ્રામ્ય વિસ્તારમાં જે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી ધ્વારા પ્રમાણિત કરેલ) (૩) જગ્યાની માલિકી બાબતના પુરાવા, ભાડાની દુકાન હોય તો ભાડા કરાર (નોટરાઈઝડ અથવા એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ રૂબરૂનો ભાડા કરાર) અને ભાડે દુકાન આપનાર માલિકનો રૂ ૫0/-ના સ્ટેમ્પ પેપર પર સંમતિ જવાબ (૪) ગ્રામ પંચાયતમાં (તલાટી કમ મંત્રી તથા સરપંચની સહી વાળુ) તથા નગર પાલિકામાં (ચીફ ઓફીસરના પ્રમુખની સહી વાળુ) "ના વાંધા પ્રમાણપત્ર, (એન.ઓ.સી)" (૫) ફાચર સેફ્ટીની વ્યવસ્થા અંગેનું ફાયર ઓફીસરનું પ્રમાણપત્ર (૬) ધંધાના સ્થળના "૬ * ૪ " ની સાઈઝના ૩ ફોટોગ્રાફ વગેરે તમામ આધાર-પુરાવા નિયત અરજી સાથે રજૂ કરવાના રહેશે. તા.૨૧/૦૯/૨૦૨૨ બાદ મળેલ અરજીઓ તથા અધૂરી વિગતોવાળી અરજીઓ વિચારણામાં લેવામાં આવશે નહિ.