તળાજા શહેરમાં વસવાટ કરતા ઝાલા પરિવારના અક્ષય અને વિશાલ બંને ભાઈઓ એ બાઈક પર ચાર ધામની યાત્રા પર પૂર્ણ કરી જેમને ૩૨ દિવસમાં ૫૫૦૦ કિમીની યાત્રા પૂર્ણ કરી હતી જેમાં કેટલીક જગ્યાએ વાતાવરણ વિલન બનતું હોવા છતા બન્ને ભાઈઓ એ તેની યાત્રામાં આગળ વધી પુર્ણ કરી છે.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

             ભાવનગર જીલ્લાના તળાજા શહેરમાં રહેતા ઝાલા પરિવારના અક્ષય અને વિશાલ બંને યુવાને ભાઈઓએ પોતાની tvs sports બાઈક પરથી તા.૧૯/૮/૨૦૨૪ ને સોમવાર શ્રાવણ વદ પુનમે રક્ષાબંધન ના દિવસે પોતાની યાત્રા ચાલુ કરી હતી. સૌપ્રથમ પોતાના માદરે વતન ધામ પહોંચી સુપ્રસિદ્ધ ભોળાદમાં. સુરાપુરા દાદા દર્શન કર્યા હતા અને સૌપ્રથમ યમનોત્રી જ્યોતિર્લિંગ પહોંચ્યા હતા.જેઓએ ક્રમશ ભોળાદ,માગલધામ ભાયલા, શામળાજી, ખેડબ્રહ્મા, અંબાજી, માઉન્ટ આબુ પર્વત, ઉદયપુર એકલિંગજી મહાદેવ, નાથદ્વારા, અજમેર, જયપુર, દિલ્હી, હરિદ્વાર,રુષિકેશ, નિલકંઠ મહાદેવ, મુખ્ય ચાર ધામ યમુનોત્રી, ગંગોત્રી, કેદારનાથ, બદ્રીનાથ,ને આપણું ભારત નું પ્રથમ ગામ ગણાય , ત્યાંથી પછી ચીન દેશ શરુઆત થઈ જાય ને રિટર્ન માં તુગનાથ મહાદેવ વિશ્વ માં ઉંચુ મંદિરને કાર્તિકેસ્વામિ મંદિર, ઉત્તર કાશી, વિશ્વનાથ મંદિર, મહાદેવને સતિ પાર્વતી વિવાહ સ્થાન,દક્ષ પ્રજાપતિ રાજાએ યજ્ઞ કર્યો તે સ્થાન, હરિદ્વાર, હરિયાણા, રાજસ્થાન માં રામદેવરા, પોખરણ કિલ્લો, ભૈરવ ગુફા,સુધા ડુંગર ચામુંડા માતા,રાજસ્થાનના ડાકોર,મિનાવાડા, મહેમદાવાદ માં એશિયા નું સૌથી મોટું ગણેશજીની આકુતિ માં મંદિર શ્રી સિદ્ધિવિનાયક મંદિર, પાવાગઢ મહાકાળી માતાજી મંદિર, વડતાલ સ્વામિનારાયણ મંદિર, મોટી બોરુ નગાલાખાના ઠાકર ની જગ્યા એટલું ફરી ભોળાદ ધામ થી શરૂઆત કરીને પાછા ભોળાદ ધામ યાત્રા પૂર્ણ કરી ને ૧૯/૯/૨૦૨૪ ને ગુરુવાર ના રોજ તળાજા મુકામે પહોંચ્યા જ્યાં તેઓનું પરીવારે અને મિત્રો ગણે તેમનું ઉમળકા ભેર સામૈયા સાથે વાસ્તે વાસ્તે સ્વાગત કર્યું છે

       અક્ષય જણાવ્યુ કે સૌપ્રથમ આ વિચાર આવતા મે મારા અંગત મિત્રો પૂછ્યું હતું તો તેઓએ મને આ બાબતે ના જ પાડી હતી.કેટલાય વડીલો એ પણ મને અટકાવ્યો હતો, તેમજ બાઈક પર મુસાફરી માટે બાઈક એજન્સી વાળા એ પણ આ અંગે મને ટકોર કરી હતી,કે બાઈક પર યાત્રા પૂર્ણ ન કરી શકાય. પરંતુ મક્કમ મન વાળા માનવીને પર્વતો પણ નડતા નથી કહેવતની યથાર્થ કરતા અક્ષય અને વિશાલ આજે યાત્રા પૂર્ણ કરી છે અક્ષય ભાઈ જે રસ્તામા થયેલ પોતાની આપવિતી વિશે જણાવતા કહ્યું હતું કે કેટલાય લોકોએ તેમને દાન દક્ષિણા , જમણવાર સુવિધા,રેવા માટે ઉતારાઓ , અલગ અલગ સગવડતાઓ કરી આપી હતી.વિષેશ તેઓએ હિન્દુ ભાઈઓ માટે કહ્યું છે કે હિંદુ ધર્મમાં ચારધામ મહત્વ વિશે આપણે જાણીએ જ છીએ અને દરેક વ્યક્તિને ચારધામ દર્શન કરવાની ઈચ્છા હતી.ને સાથે સાથે મારે ભારત ભ્રમણ કરવાનો પણ વિચાર હતો. જેથી ચાર ધામ યાત્રામાં મોટાં ભાગનું ભારત ભ્રમણ થઇ જાય છે. જેથી મોટરસાયકલ પર જ ભારત ભ્રમણ યાત્રા કરવાનો નિર્ણય કર્યો હતો અને પરિવારનાં લોકો પણ સંમતિ આપતા હું રવાના થયો. બીજું કે આપણે બસ, ટ્રેન કે કાર મારફતે યાત્રા માટે ધણું બધું પ્લાનિંગ કરવું પડે છે પરંતુ અમે વિચાર્યું કે હાલ આપણે સાથે મોટરસાયકલ છે તો તેમાં જ યાત્રા કરીએ.