ડીસા પોલીસે મોદી સમાજની વાડી પાસે જુગાર રમતા છ શખ્સને પોલીસે ઝડપી લીધા હતા.

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

ડીસા શહેર દક્ષિણ પોલીસ સ્ટાફ શુક્રવારે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. ત્યારે બાતમી મળી હતી કે, ડીસા હાથીખાના પાસે આવેલી મોદી સમાજની વાડી પાસે ખુલ્લામાં કેટલાક જુગારીયાઓ જુગાર રમી-રમાડે છે. બાતમીવાળી જગ્યાએ પોલીસે રેડ કરતા ખુલ્લી જગ્યામાં છ જુગારીયા જુગાર રમતા હતા.

જેથી પોલીસે રમેશભાઈ ધારસિંગભાઈ પરમાર, અજયભાઈ રાજેશભાઈ ઠાકોર, મુકેશભાઈ રતનસિંગ ઠાકોર, મનુજી ગણેશજી ઠાકોર, અમરતભાઈ અચળાભાઈ લુહાર અને પિન્ટુભાઇ ભરતભાઈ ઠાકોર (તમામ રહે.ડીસા) ને ઝડપી તેમની જોડેથી રોકડ રૂ. 1890 નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.