રાજકોટમાં નકલી દૂઘ ઝડપાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે થોડાક સમય આગાઉ નકલી દૂધની ફેકટરી રાજકોટમાંથી ઝડપાઇ હતી તેની શાહી હજુ સુકાઇ નથી ત્યારે વધુ એકવાર નકલી દૂધનો ટેન્કર ઝડપાતા લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરતા તત્વો સામે ફફડાટ ફેલાયો છે.

સૌરાષ્ટ્રભરમાં નકલી દૂધ વેચવાનું કાળા કારોબાર ધમધોકાર ચાલી રહ્યો છે જયાં કેટલાક તત્વો વધુ નફો મેળવાની લહ્યામાં લોકોના સ્વાસ્થય સાથે ચેડા કરી લાખો રૂપિયા ખંખેરી રહ્યા છે ત્યારે વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે ચેડા થતા પહેલા એલ સી બીની ટીમને મોટી સફળતા હાથ લાગી છે. રાજકોટ દહેગામ લઇ જવાતું નકલી દૂધના ટેન્કર રાજકોટ એલ સી બીએ ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો છે, જેમાં 4 હજાર લીટર નકલી દૂધના ટેન્કર સાથે વપરાવામાં આવતું પાઉડર સહિતના ટેન્કરનો જથ્થો જપ્ત કરી 6 લાખનો મુદ્દામાલ કબ્જો કર્યો છે દૂધને FSL માટે મોકલી દેવામાં આવ્યો છે તેમજ દૂધના સગેવગે કરતા ટેન્કચાલક સજાણ કરમટા અને જીગર ગમારાને દબોચી પાડી આગળ કાર્યવાહી હાથધરી છે