અમદાવાદ

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

કાલુપુર પોલીસે મુંબઇની બે મહિલાઓ સહિત ત્રણ મહિલાઓને ૪૫ કિલો ગાંજા સાથે ઝડપી લીધી હતી. જેમાં મુંબઇની બંને મહિલાઓ મુંબઇથી ગાંજો અમદાવાદ ગાંજો સપ્લાય કરવા માટે આવી હતી. જે અંગે કાલુપુર રેલવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
 
શુક્રવારે રાતના સમયે કાલુપુર રેલવે સ્ટેશન પર મુંબઇથી આવતી વિવિધ  ટ્રેનના શકમંદ પેસેન્જરોની તપાસ કરવામાં આવી રહી હતી. ત્યારે બે મહિલાઓને રોકીને તેમના સામાનની તપાસ કરતા તેમાંથી કુલ રૂપિયા ચાર લાખની કિંમતનો ૩૯ કિલો ગાંજો મળી આવ્યો હતો. પુછપરછમાં તેમના નામ  ઉમા મહેશ્વરી (રહે.દાદર, વેસ્ટ મુંબઇ) અને જુલી શિરકે (રહે.ઘોડબંદર,થાને, વેસ્ટ, મુંબઇ) હોવાનું જાણવા મળ્યું હતું.  વધુ પુછપરછમાં જાણવા મળ્યું હતું કે કાડીનાકા રેલવે સ્ટેશન પરથી એક વ્યક્તિએ ગાંજાનો જથ્થો અમદાવાદના  કાલુપુર રેલવે સ્ટેશને આપવાનો હતો. જેના બદલામાં ત્રણ-ત્રણ હજાર રૂપિયા આપવામાં આવ્યા હતા. બંને મહિલાઓ નિયમિત રીતે ગાંજાની હેરફેર કરવા અમદાવાદ સહિતના અન્ય શહેરોમાં પણ નિયમિત રીતે ગાંજા સહિત કેફી દ્રવ્યોની હેરફેર કરતી હોવાની આશંકાને આધારે વધુ તપાસ શરૂ કરી છે.પુરી-અમદાવાદ એક્સપ્રેસમાં આવેલી ગમલાબાનુ પઠાણ (રહે.ચંડોળા તળાવ, શાહઆલમ)ને રોકીને તેના સામાનની તપાસ કરતા તેની પાસેથી સાત કિલો ગાંજો મળી આવ્યો હતો. જે અંગે પુછપરછ કરતા તેણે કબુલ્યું હતું કે ગાંજાનો જથ્થો તે મહારાષ્ટ્રના જલગાંવથી ૨૫ હજાર રૂપિયામાં ખરીદીને વેચાણ કરવા માટે લાવી હતી.