હાલોલના અનીશ યાસીનભાઈ ઘાંચી દ્વારા હાલોલ રહીમ કોલોની ખાતે રહેતા અતીક ઈકબાલભાઈ શેખ સામે મિત્રતા ના નાતે રૂ ૧,૮૪,૫૦૦/ નાણાં છ મહિનામાં પરત આપવાનો વાયદો કરતા ટુકડે ટુકડે હાથ ઉછીના આપ્યા હોવાનો અને આ પેટે તા ૦૬/૦૨/૨૦૨૩ ના રોજ ચેક લખી આપ્યો હોય આ ચેક બેંકમાં ભરતા પરત આવતા ફરિયાદ દાખલ કરી હતી આ કેસ પુરાવા માટે આવતા આરોપી તરફે એડવોકેટ જે.બી જોશી હાજર થઈ ઉલટ તપાસ કરતા ફરીયાદી અનીશ યાસીનભાઈ ઘાંચી પોતે ઓછી આવક ધરાવતા હોઈ ઈનકમટેક્સ ભરતા નહી હોવાનુ સ્વીકારેલ તથા રૂ ૧,૮૪,૫૦૦/ ની રકમ ક્યાંથી લાવ્યા તે હકીકત જણાવેલ નથી , કેટલા ટુકડામાં કેટલી રકમ ચુકવી તે પણ દર્શાવેલ નથી. તેમજ ફરિયાદ કરતા આગાઉ આરોપીએ રૂ ૧૭,૦૦૦/ ની રકમ પાંચ ટુકડે ગુગલ પે થી ફરિયાદીને ચુકવી આપી હોવાનુ પણ ફરિયાદીએ ઉલટ તપાસમાં સ્વીકારેલ છે. આરોપી અને ફરિયાદી ના મિત્ર નઝીમ બાગવાલા એ ફરિયાદી પાસેથી રૂ ૩૫,૦૦૦/ ઉછીના લીધેલા અને તે પેટે આરોપીએ પોતાનો ચેક આપેલ અને આ ચેકનો દુરુપયોગ કરી કેસ કર્યો હોવાનો ફરિયાદીએ ઈન્કાર કર્યો હતો પરંતું રૂ ૩૫,૦૦૦/ પેટે આરોપીએ ગુગલ પે થી રૂ ૧૭,૦૦૦/ અલગ અલગ તારીખોમા ફરિયાદીને ચુકવી આપ્યા નો સ્વીકાર કરેલ. સમગ્ર બાબતે આરોપી તરફે એડવોકેટ જે બી જોશીએ નામદાર સુપ્રીમ કોર્ટે નો દશરથભાઈ ત્રિકમભાઈ પટેલ વિરૂદ્ધ હિતેશ મહેન્દ્રભાઈ પટેલ નો ચુકાદો રજૂ કરેલ જે ચુકાદા મુજબ એન આઈ એક્ટ ની કલમ ૫૬ મુજબ જયારે ચેકની અમુક રકમ ચુકવી આપી હોય અને ચેક પુરી રકમનો ભરવામાં આવે તો તે રકમ કાયદેસરનુ લેણુ ગણી શકાય નહીં તેવુ પોતાનાં ચુકાદામાં સ્પષ્ટ જણાવ્યુ છે જે ચુકાદો ઘ્યાનમાં રાખીને હાલોલ ના જયુ. મેજિસ્ટ્રેટ એચ એચ બિસનોઈ એ આરોપીને આપેલ રકમ બાબતે માની શકાય તેવો કોઇ મૌખીક કે દસ્તાવેજી પુરાવા ફરિયાદીએ રજૂ કરેલ નથી અને ફરિયાદીએ પોતાની ફરિયાદ અને પોતાની સર તપાસમાં ગુગલ પે થી આરોપીએ ચૂકવેલ રૂ ૧૭,૦૦૦/ ની રકમ બાબતે મૌન સેવેલ છે જે હકીકત ફરિયાદીની વર્તણુક ઉપર શંકા ઉભી કરે છે. જેથી ફરિયાદી અને આરોપી વચ્ચે થયેલ નાણાકીય વ્યવહારની કોઇ હકીકત હાલના ચેકની સાથે સુસંગત થતી ન હોવાથી ફરિયાદી પોતાનો કેસ નિઃશંકપણે પુરવાર કરી શકેલ ન હોય આરોપીને નિર્દોષ જાહેર કરી છોડી મુકવાનો આદેશ આપેલ છે.