ભારત સરકારના સંચાર સાથી પોર્ટલના CEIR મોડયુલમા લોકો દ્રારા તથા પોલીસ વિભાગ દ્રારા ખોવાયેલ, ચોરાયેલ મોબાઇલ ડીવાઇસને લોક, અનલોક અને ટ્રેસ કરવા માટે પોર્ટલ લોન્ચ કરવામા આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લામાં વધુમાં વધુ ઉપયોગ કરવા સુચના થઇ આવેલ હોય અને આ બાબતે પોલીસવડા ડો.ગીરીશ પંડયા તથા ડીવાયએસપી વી.બી. જાડેજા સુરેન્દ્રનગર વિભાગની જરૂરી સુચના માર્ગદર્શન આપવામાં આવેલ હોય.પીઆઇ બી. સી. છત્રાલીયાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના પોલીસ સ્ટેશનો પાસે CEIR પોર્ટલની કામગીરી કરાવવા સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પીઆઇ બી.સી. છત્રાલીયા, પીએસઆઇ અજયસિંહ ચુડાસમા, મહિલા પો.કો. બિદુંબા પી ઝાલા, એએસઆઈ ભુપેન્દ્રભાઈ જીણાભાઇ, પરેશભાઈ કરશનભાઈ સમગ્ર ટીમ દ્વારા જે ગુમ, ખોવાયેલ, ચોરાયેલ મોબાઈલ ફોનની સમયસર CEIR મોડયુલમા એન્ટ્રી કરી ટ્રેસ થયેલ મોબાઇલની તપાસ કરી અરજદાર રફિકભાઈ અલ્લારરખાભાઈ ઘાંચી રહે થાનગઢ, બાવળિયા કિશનભાઇ દિલીપભાઈ રહે સુરેન્દ્રનગર, સર્બજીત છટુલાલ કેવટ રહે સુરેન્દ્રનગર, પ્રકાશભાઈ વિષ્ણુભાઈ ડીંડોર રહે મોટી મજેઠી, બીપીનભાઈ શાંતિલાલ ગામોડ રહે મોટી મજેઠી, જશવંતભાઈ મોહનભાઈ બારીયા રહે દાહોદ, સુનિલભાઈ રમેશભાઈ વણાપરા રહે ધુમ્રઠ, ગોવિંદભાઈ રાણાભાઇ ગમારા રહે મોરબી, કિશોરભાઈ મોઘરીયા રહે ગંજેલા, શહીદાબેન અશોકભાઈ મેકવાન રહે સુરેન્દ્રનગર, બળદેવભાઈ ઉકાભાઇ ઝિંઝુવાડીયા રહે સુરેન્દ્રનગર, પ્રીતિબેન અશોકભાઈ અગ્રવાલ રે અમદાવાદ, નિકુંજ જ્યોતિષ રહે સુરેન્દ્રનગર, જગદીશભાઈ વીતચદભાઇ રહે ધાંગધ્રા, સવિતાબેન રણછોડભાઈ જાદવ રહે મોરબી, હિમાંશુ કુમાર ગોવિંદભાઈ મકવાણા રહે ધાંગધ્રા, અલ્પેશભાઈ પ્રહલાદભાઈ જોશી સુરેન્દ્રનગર, સુમિતકુમાર ભારદ્વાજ રહે અમદાવાદ, મિહિર ધર્મેન્દ્રભાઈ માંડાણી રહે મુળી, ધર્મેન્દ્રભાઈ રમેશભાઈ શાહ રહે સુરેન્દ્રનગર તમાંમ અરજદારોના અલગ અલગ કંપનીના અલગ અલગ કિંમતના કુલ મોબાઇલ નંગ 20 જેની આશરે કિ.રૂ. 4,44,678 ના પોર્ટલની મદદથી ટ્રેસ કરી સુરત, અમદાવાદ કચ્છ, મધ્યપ્રદેશ, વી. જગ્યાએથી રીકવર કરી સુરેન્દ્રનગર જીલ્લાના નાગરીકોને તેઓના કિંમતી મોબાઇલો તેરા તુજકો અર્પણ અંતર્ગત પરત કરવામાં આવેલ જે નાગરીકોને મોબાઇલ પરત આપવામા આવેલ છે.