પાવીજેતપુર તાલુકાના પાવી ગામેથી પાંચ જુગારીઓ જુગાર રમતા રંગે હાથ પકડાઈ ગયા હતા જ્યારે ત્રણ જુગારીઓ પોલીસને નિહાળી ભાગી ગયા હતા. 

              પ્રાપ્ત માહિતી મુજબ પાવીજેતપુર પોલીસ સાંજના સમયે પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસને બાતમી મળી હતી કે પાવી ગામે ભાથીજી મંદિરની પાછળના ભાગે આંબલીના ઝાડ નીચે પત્તા પાનાનો જુગાર રમાય છે. જે બાતમીના આધારે પાવીજેતપુર પોલીસે સ્થળ ઉપર કોર્ડન કરી રેડ કરતા જુગારીઓ પત્તા પાનાં, રૂપિયા ફેંકી ભાગવાનો પ્રયાસ કર્યો હતો પોલીસે તેમનો પીછો કરી પાંચ ઈસમોને પકડી પાડ્યા હતા. વિનુભાઈ પરસોત્તમભાઈ રાઠવા, પુનાભાઈ નટુભાઈ રાઠવા, નારણભાઈ ભલીયાભાઈ રાઠવા, દિલીપભાઈ લાલુભાઈ તડવી, ધીરુભાઈ ભલિયાભાઈ રાઠવા ( તમામ રહે. પાવી ) નાઓની ધરપકડ કરવામાં આવી છે જ્યારે પોલીસને નિહાળી મહેશભાઈ બચુભાઈ તડવી, દિનુભાઈ મોહનભાઈ રાઠવા, રાકેશભાઈ ભીમસિંગભાઈ રાઠવા ( તમામ રહે. પાવી ) ભાગી ગયા હતા. દાવ ઉપરના રૂપિયા ૧૭૫૦/- , અંગ ઝડતીના રોકડા રૂપિયા ૩૩૨૦/- , મોબાઈલ કિંમત રૂપિયા ૨૦૦૦/- મળી કુલ ૭૦૭૦/- સાથે પાંચ જુગારીઓની અટક કરવામાં આવી છે જ્યારે ત્રણ જુગારીઓ પોલીસને નિહાળી ભાગી ગયા હતા.