સુદામડા ગામે ગેરકાયદે ખનીજ ખનન પ્રકરણનો મુખ્ય આરોપી ઝડપાઈ ગયો છે. જેને બનાવની જગ્યાએ તપાસ માટે લઈ જવાયો હતો. બીજી ભરેલા ડારને બ્લાસ્ટિંગ કરવા અંગે મંજૂરી મળતા જરૃરી અધિકારીઓ અને ટેકનિકલ સ્ટાફની હાજરીમાં બ્લાસ્ટિંગ કરાયું હતું.સુરેન્દ્રનગર એસપી દ્વારા કલેક્ટરને ભરેલા ડારને બ્લાસ્ટિંગ કરવા માટે પરવાનગી માગી હતી. ત્યારબાદ કલેક્ટર દ્વારા બરોડા ખાતે આવેલી જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવને લેખિત કરવામાં આવ્યું હતું. જેની મંજૂરી બાદ ૩૦ ડિસેમ્બરના રોજ ખાણ ખનીજ વિભાગ સીપીઆઈપીએસઆઇ તેમજ બ્લાસ્ટ કરવાના જાણકાર શોર્ટ ફાયરમેનને હાજર રાખી બ્લાસ્ટિંગ કરાયું હતું. સુદામડા ખનીજ ચોરી એક્સપ્લોઝિવ સહિત ગુનાઓનો મુખ્ય આરોપી ગભરૃ સગરામ સાંબડને એસોજી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. બાદમાં એસઓજી ટીમ દ્વારા આરોપી ગભરૃ ઉર્ફે મોગલને બનાવની જગ્યા પર તપાસ અર્થે પણ લઈ જવામાં આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, ખનીજ ચોરીમાં અગાઉ ૨૦ જેટલા વાહનો કબજે કરવામાં આવ્યા હતા. જેના ૨૦ ડ્રાઈવરોના જામીન નામંજૂર થવાના કારણે હાલમાં છેલ્લા ત્રણ મહિનાથી જેલ હવાલે છે.