મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના સંસ્થાપક, શૂન્યમાંથી વિરાટ સંસ્થાનના સર્જનહાર, વિદેશની ધરા પર સૌપ્રથમ પધારનારા સંત, અનેકાનેક પદવીઓથી વિભૂષિત ગુરુદેવ જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ ઊજવવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ગાદીના આદ્ય આચાર્યપ્રવર, સનાતન ધર્મસમ્રાટ, ધર્મધુરંધર ૧૦૦૮ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની ૪૫ મી પુણ્યતિથિ નિમિત્તે શ્રી સ્વામિનારાયણ મંદિર, મણિનગર ખાતે પ્રાર્થના, ધૂન્ય, આરતી તથા જ્ઞાનમહોદધિ આચાર્ય શ્રી જિતેન્દ્રપ્રિયદાસજી સ્વામીજી મહારાજે તથા મહંત સદ્ગુરુ શ્રી ભગવત્પ્રિયદાસજી સ્વામી, સદ્ગુરુ શ્રી સર્વેશ્વરદાસજી સ્વામી, તથા સદ્ગુરુ શ્રી મુનિભૂષણદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અને હરિભકતોએ પાદપ્રક્ષાલન પૂજન અર્ચન કરી, આરતી ઉતારી હતી. અને વિશ્વશાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર, ઘોડાસરમાં પૂજન અર્ચન કરીને આરતી, દર્શન વગેરે કરવામાં આવ્યા હતા.