ગોધરા તાલુકાના જીતપુરા ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં ભલાણીયા ચોકડી (દામોદરદાસ ચોકડી) મુકામે વેજલપુર-મહેલોલ રોડ પર લગભગ 40 વર્ષ જેટલું જૂનું ઈંટ સિમેન્ટના ચણતરવાળુ અંત્યંત જર્જરિત હાલતમાં બસ સ્ટેન્ડ આવેલ છે. સદર બસ સ્ટેન્ડનો ઉપયોગ કરવા આજુબાજુના ગામો જેવાકે જીતપુરા, ભલાણિયા ચોકડી, ભલાણીયા ગામ, ખરસાલિયા સ્ટેશન, લાડુપૂરા, સરદારપુરા, તોરણા, ભાટપુરા, નાની ભાદરોલી, મોટી ભાદરોલી, તરસૂરિયા, મોકળ, ભાણપુરા, રણછોડપુરા ઘોડા વગેરે ગામોના વિધ્યાર્થીઓ, અન્ય મુસાફરો અને કામદારો કરે છે, નજીકમાં 600 ગાયો ઉપરાંત ભેંસો બકરાં ઘેટાં વગેરે મળી લગભગ 4,000 પશુઓની સતત અવરજવર રહે છે.સદર બસ સ્ટેન્ડમાં સાપ જેવા ઝેરી જીવ-જંતુઓથી બચવા માટે દર વર્ષે અમો ગ્રામજનો સ્વૈછિક સાફ સફાઇ કરી છાણ-ગાર-માટીથી દીવાલો લીંપણ કરીકરીને તિરાડો પુરવામા આવે છે, પરંતુ ઈંટ સિમેન્ટના ચણતરની મોટી તિરાડોમાં માટી પુરવાથી તેની મજબૂતીમાં વધારો થવાનો નથી.તાજેતરમાં સુરત તક્ષશિલા કાંડ, વડોદરા હરણી બોટકાંડ, વડોદરા શાળા બિલ્ડિંગ ઘટના, મોરબી પુલ કાંડ, રાજકોટ ગેમઝોન કાંડ વગેરે જેવી દુર્ઘટનાઓ સતત બની છે, જેમાં સલામતીના અભાવે કેટલાયે નિર્દોષ ભોગ બન્યા છે. સદર બસસ્ટેન્ડની છતમાંથી સતત પોપડા ખરે છે, અને ગમ્મે ત્યારે ધરાશાયી થશે જ, તેમાં ઘણા નિર્દોષ વિધ્યાર્થીઓ, બાળકો, મુસાફરો અને અબોલ પશુઓની જિંદગીઓનો ભોગ લેવાઈ જવાની પ્રબળ શક્યતાઓ છે.પરંતુ PREVENTION IS BATTER THAN CURE ઉક્તિ મુજબ સદર બનવાજોગ દુર્ઘટના બનતી રોકી શકીએ તેમ છીએ, આથી આ જર્જરિત બસસ્ટેન્ડ તાત્કાલિક તોડી પાડવાની તમામ કાર્યવાહીઓ સત્વરે હાથ ધરાવવા જાગૃત નાગરીક ગોપાલભાઈ પટેલ દ્વારા જીલ્લા કલેક્ટર કચેરી સહિત માર્ગ અને મકાન વિભાગ, જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સમિતિ ને નકલ મોકલી રજૂઆત કરી છે.