સાયલાના ઓવરબ્રિજ પાસે રાજકોટ તરફ જતી ટ્રક બંધ પડતા ચાલક અને ક્લીનર મરામત કરી રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવેલી ટ્રક બંધ ટ્રકની પાછળ અથડાતા બંધ પડેલી ટ્રક ડિવાઇડર ઉપર ચઢી જવા પામી હતી.જ્યારે પાછળની ટ્રકના ચાલક રાજેન્દ્રભાઈ રસિકભાઈ રાઠોડ ટ્રકમાં ફસાઈ ગયા હતા. જેઓની ટ્રકનો આગળ ભાગ બેસી જતા ભારે જહેમત બાદ સ્થાનિક યુવાનોએ ટ્રક ચાલક રાજેન્દ્રભાઈ ને બહાર કાઢ્યા હતા. જ્યારે બંધ પડેલી ટ્રકના ચાલક નીરજરાય વિરેનરાયને કમરના ભાગે ઇજા થતાં સાયલા દવાખાને લઈ જવામાં આવ્યા હતા. આ બાબતની સાયલા પોલીસને જાણ થતા ઘટના સ્થળે દોડી આવી હતી અને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી.