અમીરગઢમાં આવેલા જૈન દેરાસરમાં તાળા તોડી તેમાં રહેલી ભગવાનની મૂર્તિઓ ચોરી જવાની ચકચારી ઘટનાના આરોપી અને ચોર પાસેથી મૂર્તિ લેનાર સોનીને અમીરગઢ પોલીસે પકડી કસ્ટડીમાં ધકેલ્યા છે. અમીરગઢમાં થોડા દિવસ અગાઉ એક દેરાસરમાં રાત્રિના સમયે કેટલાક તસ્કરોએ ચાંદીની મૂર્તિઓ ચોરી કરી પલાયન થયા હતા જે મામલે અમીરગઢ પોલીસે તપાસ કરતા બે આરોપીઓને ઝડપી પાડ્યા છે.
અમીરગઢમાં થાડા દિવસ અગાઉ જૈન દેરાસરને ટાર્ગેટ બનાવતા દેરાસરની ચાંદીની મૂર્તિઓને ચોરી જતા ચકચાર મચી હતી, આ તસ્કરોને પકડવા માટે પોલીસે ભારે જહેમત ઉઠાવી હતી. જે બાદ એક તસ્કરને પકડવામાં સફળ રહી હતી. જૈન દેરાસરમાં ચોરી કરનાર આરોપીને અમીરગઢ પોલીસે રાજસ્થાનાના ઉદેપુર જિલ્લામાંથી પકડતા તેની પૂછપરછ કરતા પકડાયેલ આરોપી એ ત્રણ ઈસમો એ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી.
અને જૈન દેરાસરમાંથી ચોરેલ મૂર્તિઓને ખેડબ્રહ્મા સ્થિત સોનીને વેચી હોવાની કબૂલાત કરતા પોલીસે ચોરીનો માલ ખરીદનાર ખેડબ્રહ્માના સોનીને પકડી જેલના હવાલે કરેલ છે ચોરીનો માલ ખરીદનાર વેપારી પાસેથી ચાંદીની મૂર્તિને ગાળીને તેના ચોરાસા બનાવેલ ચાંદી 5.342 કિલો સોની પાસેથી કબજામાં લઇ દેરાસર માં ચોરી કરનાર અન્ય બે ઈસમો ને પકડવાના ચક્રો ગતિમાન કરેલ છે.
પકડાયેલ ઈસમો
કૈલાસ લાલારામ ગરાસિયા (નિશાચાર ) રહે બેકરીયાબર તા કોટડા જી ઉદેપુર રાજસ્થાન
સંજયકુમાર લાધુરામ સોની (વેપારી ) રહે ઝવેરી બઝાર ખેડબ્રહ્મા
ફરાર ઈસમો
મુકેશ ગરાસિયા રહે. નીચલા ખેજડા તા આબુરોડ
કાળુરામ ગરાસિયા રહે. કાનઝા તા આબુરોડ