તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્રારા વિકસિત ભારત @2047 વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન ચોટીલાના ધારાસભ્યશ્રી શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર શ્રી કે સી સંપત, જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાજેશ તન્ના, એસ પી શ્રી ગિરીશ પંડ્યા, આસિસ્ટન્ટ કલેકટર શ્રી કલ્પેશકુમાર શર્મા, તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશોકસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા, થાન અને ચોટિલા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.પ્રદર્શનની મુલાકાત લેતા ધારાસભ્ય શામજીભાઈ એ તરણેતરના મુલાકાતીઓને અહીં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની સરાહના કરી હતી તેમજ વધુને વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તે માટેની અપીલ પણ કરી હતી.કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 9 સુધી તરણેતર ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદર્શનના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થાનગઢની શ્રી મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે આયોજિત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઊપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ પ્રદર્શન સ્થળ પર આવી વિભિન્ન સ્પર્ધાઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
रियलमी ला रहा पहला AI कैमरा फोन, Realme 13 Pro series की धमाकेदार होगी भारत में एंट्री
रियलमी अपने ग्राहकों के लिए नंबर सीरीज पेश करता है। भारत में कंपनी की नंबर सीरीज में Realme 12...
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল
মৰাণ ৰাছিপাথাৰ খেলপথাৰত অনুষ্ঠিত হল প্ৰাইজমাণি ফুটবল প্ৰতিযোগীতা চুড়ান্ত খেল
শ্ৰীশ্ৰী গৰখীয়া থান,বাহাৰঘাটত ৪৪ সংখ্যাক বাৰ্ষিক উৎসৱৰ আয়োজন
নলবাৰী জিলাৰ পূৱপ্ৰান্তৰ বৰলীয়া নৈৰ পাৰত অৱস্থিত শ্ৰীশ্ৰী গৰখীয়া থান,বাহাৰঘাটৰ ৪৪ সংখ্যাক বাৰ্ষিক...
আজি দেশৰ নতুন সংসদ ভৱন উদ্ধোধন
আজি নতুন সংসদ ভৱন উদ্বোধন কৰিলে দেশৰ প্ৰধানমন্ত্ৰী Narendra Modi নৰেন্দ্ৰ মোদীয়ে। এয়া দেশৰ বাবে...
સાવરકુંડલા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ જાહેર કરાયા
સાવરકુંડલા માર્કેટ યાર્ડના આજના બજાર ભાવ જાહેર કરાયા