ભાવનગર,એલ.સી.બી.ના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમિયાન બાતમી મળેલ કે, બુધેલ ગામે મફતનગરમા દરગાહની બાજુમા જાહેર જગ્યામાં અમુક માણસો ભેગા થઇ ગોળ કુંડાળુ વળી લાઇટના અંજવાળે ગંજીપતાનાં પાનાં પૈસા વડે હારજીતનો તીનપત્તીનો જુગાર રમે છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં વિજયભાઇ મોહનભાઇ અણજારા,સાજીદભાઇ રસુલભાઈ મંધરા, દિનેશસિંહ હરૂભા જાડેજા, અવિનાશભાઇ પ્રવિણભાઇ નકુમ,ગંજીપતાનાં પાના નંગ-પર તથા રૂ.૫૩,૩૫૦/- મળી કુલ રૂ.૫૩,૩૫૦/-નો મુદ્દામાલ સાથે જુગાર રમતાં પકડાય ગયેલ. તેઓની વિરૂધ્ધ વરતેજ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ.