અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી પર બનાવેલ ચેકડેમમાં એક યુવકનું ડૂબી જવાથી મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે. વહીવટ તંત્ર ઘટના સ્થળે દોડી પહોંચી NDRF અને સ્થાનિક તરવૈયા દ્વારા યુવકના મૃતદેહને ઉંડા પાણીમાંથી શોધી આગળની તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ નજીકથી પસાર થતી બનાસ નદી પર બાંધવામાં આવેલા ચેકડેમમાં એક યુવક ઉંડા પાણીમાં ગરકાવ થતા યુવકનું મોત નીપજ્યું છે. અમીરગઢનો યુવક ચેક ચેકડેમના ઉંડા પાણીમાં ગરકાવ થયો હતો જેના પગલે સ્થાનિક વહીવટ તંત્રને ધ્યાને આવતા અમીરગઢ મામલતદાર, TDO, સહીત અમીરગઢ PI અને પોલીસ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી પહોચ્યા હતા. સ્થાનિક તરવૈયા દ્વારા પાણીમાં યુવકની શોધ ખોળ હાથ ધરવામાં આવી હતી.
યુવક પાણીમાં ન મળતા બનાસકાંઠામાં સ્ટેડબાય રાખેલ NDRFની ટીમ તાત્કાલિક અમીરગઢ ચેક ડેમ ખાતે પહોચી પાણીમાં ડૂબેલા યુવકની શોધખોળ હાથ ધરી હતી. સ્થાનિક તારવૈયા અને NDRF ની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને શોધી PM અર્થે અમીરગઢ હોસ્પિટલ ખસેડી વહીવટ તંત્રએ આગળની તપાસ હાથ ધરી છે.