કેથોલિક ચર્ચ કઠલાલ માં માતા મરિયમ નું ઉદગ્રહણ માં પર્વ નિમિતે ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરવામાં આવ્યો,તેમજ આર. સી. મિશન સ્કૂલ કઠલાલ અને ભાનેર માં ધ્વજ વંદન કાર્યક્રમ કરવામાં આવ્યો.બંને કાર્યક્રમો દરમિયાન બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્ર્મ માં બાળકો સાથે વાલીઓએ પણ ભાગ લીધો હતો.આઝાદી ના અમૃત મહોત્સવ નિમિત્તે રેલી નુ આયોજન કરવામાં આવ્યું જેમાં ફાધર અરૂલ, સિસ્ટર, સ્કૂલ ના આચાર્ય તથા પેરિસ ના ધર્મજનો તેમજ સ્કૂલ ના બાળકો એ મોટી સંખ્યા માં ભાગ લીધો હતો.