શ્રી હિમકરસિંહ, પોલીસ અધિક્ષક તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી બી.વી.જાધવ તથા શ્રી જે.પી.ભંડારી નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ તથા શ્રી એસ.એચ.ખમલ રિઝર્વ પોલીસ ઇન્સપેકટર નાઓએ પોલીસ હેડ કવાટર્સ ખાતે અમરેલી નગર સેવા સદન અમરેલીના સહયોગથી આયોજન કરવામાં આવેલ.
આ ‘‘ ફાયર & ઇમરજન્સી સર્વીસ’’’ ના આયોજન અંગેનો હેતુ વર્તમાન પરિસ્થિતીમાં બિલ્ડીંગ, કચેરીઓમાં આગ-અકસ્માતના બનાવ બનતા હોય છે. આવા સંજોગોમાં પોલીસ દ્રારા પ્રાથમિક ધોરણે આગ ઉપર કંઇ રીતે કાબુ મેળવી શકાય તેવો હતો.
આ તાલીમ અમરેલી નગર સેવા સદનના સ્ટેશન ઓફિસર તથા તેઓની ટીમ દ્રારા પ્રેઝન્ટેશન દ્રારા તથા ગ્રાઉન્ડમાં પ્રેકટીકલ તાલીમ આપવામાં આવેલ. જેમાં કલાસીફિકેશન ઓફ ફાયર, મેથડ ઓફ ફાયર,ફીક્ષ ફાયર ફાઇટીંગ, ઇન્સ્ટોલેશન તથા બચાવ કામગીરી વિશે વિસ્તૃત તાલીમ આપવામાં આવેલ.
આ કાર્યક્રમના અંતે ફાયર બિગ્રેડ જવાનો કે જેઓએ ફિલ્ડમાં સારી કામગીરી કરવામાં આવલ તેવા જવાનોને પ્રશંસાપત્ર આપી પ્રોત્સાહિત કરી કાર્યક્રમની પુર્ણાહુતિ કરવામાં આવેલ.
રીપોર્ટર.. ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી