ડીસા શહેરમાં આવેલ સાર ટાઉનશીપમાં રહેણાંક મકાનમાં ગેસનો બાટલો લીકેજ થતાં અચાનક આગ ભભૂકી ઉઠતાં પરિવારજનોમાં દોડધામ મચી ગઇ હતી.

Sponsored

महावीर कुल्फी सेन्टर - बूंदी

महावीर कुल्फी सेन्टर की और से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

 આ ઘટનાના પગલે ડીસા નગરપાલિકાની ફાયર-ફાઇટરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. ગેસનો બાટલો લીકેજ થવાની ઘટનાના પગલે લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડયા હતા.

જયારે 108 ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ સદ્દનસીબે મોટી જાનહાની ટળી જતાં સ્થાનિક લોકોએ રાહતનો દમ લીધો હતો. જોકે, ડીસા અનેક જગ્યાએ ગેસના બાટલા લીકેજ થવાની ઘટનાઓ બની રહી છે ત્યારે ગેસ સિલિન્ડર સપ્લાય કરતી એજન્સીની પણ ઓચિંતી તપાસ કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે.