નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે તેમનું છેલ્લું પૂર્ણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ બજેટ સાથે તે દેશની પહેલી એવી મહિલા બની ગયા છે જેમણે દેશનું સામાન્ય બજેટ 5 વખત રજૂ કર્યું હોય. આજે સવારે 11 વાગ્યાથી દેશના બજેટની રજૂઆત શરૂ થઈ ગઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટમાં કૃષિ ક્ષેત્ર પર વિશેષ ધ્યાન આપ્યું છે. તેમણે કહ્યું કે ભારત વિશ્વનો સૌથી મોટો કૃષિ ઉત્પાદક દેશ છે. સરકાર હૈદરાબાદને શ્રેષ્ઠતાના કેન્દ્ર તરીકે પ્રમોટ કરશે.
સરકાર PM મત્સ્ય યોજના શરૂ કરવા જઈ રહી છે, જેના માટે સરકાર 6,000 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સરકાર માછીમારો માટે વિશેષ પેકેજ પણ આપશે. સરકાર સહકારી મોડલને પ્રોત્સાહન આપી રહી છે. ખેડૂતોને 20 લાખ કરોડની લોન આપશે અને તેમને ડિજિટલ ટ્રેનિંગ આપશે. ખેડૂતોને એક વર્ષ માટે લોન માફી મળશે. તેના પર કોઈ વ્યાજ લેવામાં આવશે નહીં. પીએમ યુવાનો માટે વિશ્વકર્મા યોજના પણ શરૂ કરશે.