આજે પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે જેથી રાજ્યભરના શિવમંદિરોમાં ભક્તો દર્શન માટે ઉમટી પડ્યા છે અને ભગવાન ભોળાનાથ મહાદેવને જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. રાજ કાપડિયા 9879106469 વિનામૂલ્યે સમાચાર અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો દાહોદ શહેર સહિત રાજ્યના તમામ નાના મોટા શહેરો અને નગરોમાં શિવાલયોમાં ભક્તોની ભીડ જામી છે. પવિત્ર શ્રાવણ માસનો આજે છેલ્લો સોમવાર છે. ભક્તોએ આખો મહિનો ઉપવાસ કર્યો છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. 

 દાહોદ શહેરના રાબડાલ ગ્રામ્ય વિસ્તારમાં આવેલ માં પાર્વતી નગર મા પવિત્ર શ્રાવણ માસનો છેલ્લા સોમવાર છપ્પન ભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું. શીવભક્તોએ આખો મહિનો ઉપવાસ કરતાં હોય છે અને ઘણા લોકો સોમવારે પણ ઉપવાસ કરે છે. શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે ભગવાન ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. શિવ મંદિરે અનેક સુગંધી દ્રવ્યો અને જળ તથા દૂધથી ભક્તો મહાદેવની પૂજા કરીને અભિષેક કરી રહ્યા છે. કેટલાક શિવ મંદિરોમાં ભગવાનના શણગાર પણ કરાયા છે. શ્રાવણ માસના છેલ્લો સોમવાર હોવાથી ભક્તો ભગવાનના દર્શન કરવા શિવ મંદિરોમાં આવી રહ્યા છે. આ વર્ષે શ્રાવણ માસ સોમવારે શરુ થયો હતો. ભક્તો બિલી પત્ર ચઢાવીને ભગવાનની પૂજા કરી રહ્યા છે. શિવાલયો હર હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યા હતા. મંદિરોમાં ભજન અને કિર્તનના કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા છે. ભક્તો ભોળાનાથની પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી રહ્યા છે. માં પાર્વવતીનગર મન કામેશ્વર મંદિર પર શ્રાવણના છેલ્લા સોમવારે 56 ભોગ નું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા