દિયોદર પોલીસ મથકની ટીમે નોખા ગામે તપાસ કરી હતી. જ્યાં જીગરભાઇ રમેશભાઇ દરજીના ઘર આગળા ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ડાહ્યાભાઇ ભેરાભાઇ દરજી, દિયોદરનો મેવાભાઇ નરસુંગભાઇ વજીર, રસીકભાઇ બાબુલાલ દરજી,

 પાલડીનો જગદીશભાઇ મગનભાઇ દરજી, મખાણુંનો દિનેશભાઇ દેવરામભાઇ દરજી, ધનકવાડાનો વાલાભાઇ કલ્યાણભાઇ દરજી અને નોખાનો જીગરભાઇ રમેશભાઇ દરજીને ઝડપી લીધા હતા. પોલીસે રૂ. 24,850 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.