સાયલાના નવાગામ નજીક છોટા હાથીમાં વિસ્ફોટ થતાં પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જવાની ગોઝારી ઘટના બની છે. જેમાં સાયલાના નવાગામ નજીક સીએનજી છોટા હાથીમાં અચાનક વિસ્ફોટ થતાં છોટા હાથીમાં સવાર બન્ને પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજવાની ઘટના બનતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ પાસે અચાનક છોટા હાથી ટેમ્પોમાં અચાનક વિસ્ફોટ થવાની ઘટના બનતા આ વિસ્ફોટથી પિતા-પુત્રના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજતા ભારે અરેરાટી વ્યાપી જવા પામી છે. આ ભયાવહ વિસ્ફોટમાં પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.આ ગોઝારા બનાવની પ્રાપ્ત વિગતાનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નવાગામ નજીક છોટા હાથી ટેમ્પામાં ગેસનો બાટલો ફાટતા વીછીયા તાલુકાના ચીરોડા ગામના લાલજીભાઇ મોતીભાઇ ખોરાણી અને અમિતભાઇ લાલજીભાઇ ખોરાણી જીવતા બળીને ભડથું થઇ જતા મોત નિપજતા એમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ જવા પામી છે.આ ગોઝારી ઘટનાની જાણ થતા લોકોના ટોળેટોળા ઘટનાસ્થળે એકઠા થઇ ગયા હતા. જ્યારે આ ઘટનાની જાણ થતાં સાયલા પોલીસ અને મામલતદાર સહીતનો કાફલો તાકીદે ઘટનાસ્થળે જવા રવાના થયો હતો. અને પિતા-પુત્રની લાશને પોસ્ટ મોર્ટમ માટે સરકારી હોસ્પિટલે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે આ વિસ્ફોટની ઘટનામાં પિતા-પુત્ર જીવતા ભડથું થઇ જવાની ઘટનાથી પરિવારજનોમાં રોકકડ સાથે આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઇ જવા પામી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
POCO C75 फोन में छिपी है बड़ी खामी! खरीदने की कर रहे हैं तैयारी तो ठहर जाइए
समझने वाली बात है कि देश में दो तरह के 5G नेटवर्क मौजूद हैं। पहला SA (स्टैंडअलोन) और दूसरा NSA...
નવચંડી યજ્ઞ યોજાયો | SatyaNirbhay News Channel
નવચંડી યજ્ઞ યોજાયો | SatyaNirbhay News Channel