સમગ્ર મુસ્લિમ સમાજે હિંમતનગર માં તિરંગા રેલીમાં ભાગ લીધો
આઝાદી ના 75 વર્ષ નિમિતે સમગ્ર દેશ નાત જાત નો ભેદભાવ ભૂલી આઝાદીકા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે, આ વર્ષે ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ હર ઘર તિરંગા નું પણ આહવાન કર્યું છે,જેને લઈને ચારે બાજુ લોકોએ પોતાના મકાનો દુકાનો ઓફિસ અને ધંધા રોઝગાર ની જગ્યા પર તિરંગા લગાવી આઝાદીકા અમૃત મહોત્સવ માં હિસ્સો લીધો છે,
હિંમતનગર માં પણ તમામ મુસ્લિમ સમાજે એરિયા પ્રમાણે પ્રતિનિધિત્વ કરી તિરંગા રેલી કાઢી હતી સૌ પ્રથમ છાપરીયા કસ્બામાં તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી ત્યારબાદ તે રેલી બાઈક રેલીમાં ફેરવાઈ ગઈ હતી અને છાપારીયા થી મહાવીર નગર થઇ હુસેની ચોક આવી હતી જ્યાંથી ન્યાય મંદિર તરફ વધી હતી, 14 તારીખે સવારે મસ્જિદે રજા થી અન્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પણ તે વિસ્તારના આગેવાનો ડોક્ટર ખુશ્બૂ મેમણ, ડોક્ટર સરફરાઝ કાજી, મખદૂમ ભાઈ કાદરી, દાઉદભાઈ મન્સૂરી વગેરે હાજર રહી રેલીને સફળ બનાવી હતી, આ રેલીમાં બી ડિવિઝન પી આઈ જોશી સાહેબે પણ સામેલ થઇ બંદોબસ્ત પૂરો પાડ્યો હતો,
મોડે સાંજે છ વાગ્યાની આસપાસ પટની સુન્ની વહોરા જમાત તરફ થી પણ પોલોગ્રાઉન્ડ માં તિરંગા બાઈક રેલી કાઢવામાં આવી હતી જેમાં સમાજ ના નવયુવાનો એ જોશ ભેર ભાગ લીધો હતો.
આજે પંદર ઑગસ્ટ ના દિવસે સવારે 11 વાગે હસન શહીદ દરગાહ થી સમસ્ત મુસ્લિમ સમાજે રેલી કાઢી હતી જેમાં દરેક કોમમાંથી પ્રતિષ્ઠિત લોકો એ રેલીમાં જોડાઈ તિરંગા રેલીને સફળ બનાવી હતી આ તિરંગા રેલી ન્યાય મંદિર સર્કલ પર પહોંચી હતી ત્યાં અન્ય હિંમતનગર લુહાર સમાજ ના લોકો પણ જોડાયા હતા, એટલુંજ નહીં ન્યાય મંદિર સર્કલ પર તિરંગા ફરકાવવાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય અતિથિ તરીકે બી ડીવીજન પી આઈ જોશી સાહેબ ના હાથે તિરંગો લહેરાવ્યો હતો, ચાલુ વરસાદે પણ લોકો મોટી સંખ્યા માં આ તિરંગા યાત્રામાં હાઝર રહ્યા હતા,
અહીંયા વાત જાણે એમ છે કે આ પ્રોગ્રામ માં હસન નગર અને વણઝારા વાસ ના હિન્દુ મુસ્લિમ લોકો ભેગા થઈને આ પ્રોગ્રામનું આયોજન કર્યું હતું, અને એક સાથે ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારા થી ન્યાય મંદિર વિસ્તારનું વાતાવરણ આનંદિત કરી દીધું હતું,
તેમજ હિન્દુ મુસ્લિમ લોકો એ 75 મી આઝાદી ના અમૃત મહોત્સવ ની એકબીજા ને મુબારકબાદી આપી હતી. Atn News Sabarkantha